Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

30 સેકેન્ડની ખાસ ગેમ બનાવીને ગૂગલે વેલેન્ટાઇન ડે પર કર્યું વિશ

07:09 PM Apr 25, 2023 | Vipul Pandya

આજે વેલેન્ટાઇન ડે, પ્રેમી યુગલો માટે આજનો દિવસ ખાસ હોય છે. દુનિયા આખી આજે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી રહી છે, ત્યારે ગૂગલ પણ કેમ બાકી રહે? દરેક ખાસ તહેવાર કે દિવસ ઉપર ગૂગલ ડૂડલ બનાવીને લોકોને શુભેચ્છા આપે છે. તે પછી દિવાળી હોય, ક્રિસમસ હોય કે પછી વેલેન્ટાઇન ડે, દરેક અવસર પર ગૂગલ એક વિશેષ ડૂડલ બનાવે છે. ગૂગલના આ તમામ ડૂડલ ઘણા લોકપ્રિય પણ બને છે. ત્યારે આજે વેલેન્ટાઇન ડે ઉપર પણ ગૂગલે ખાસ પ્રકારનું ડૂડલ બનાવીને લોકોને શુભેચ્છા આપી છે. 
ડૂડલના રૂપમાં ગેમ મૂકી
ગૂગલે વેલેન્ટાઇન ડેના અવસર પર બે હેમસ્ટર્સની ગેમને ડૂડલના રુપમાં રજૂ કરાઈ છે. આ બંને હેમસ્ટર્સ અવકાશમાં પોતાના પ્રેમનો એકરાર કરી રહ્યા છે. આ બંને પ્રેમી પંખીડા ગૂગલના લોગોના કારણે અલગ થઇ ગયા છે તેવું દેખાય છે. આ બંને પ્રેમી પંખીડાને એકમેક સુધી પહોંચાડવાની જવાબદારી આ ગેમ રમનાર વ્યક્તિની રહે છે. જેમ જેમ ખેલાડી લેવલ પાર કરતો જશે તેમ તેમ બંને પ્રેમી નજીક આવતા જશે. જ્યારે તે બંને મળી જશે ત્યારે તમારી સ્ક્રિન પર દિલ આવશે અને સાથે જ Happy Valentine’s Dayનો મેસેજ પણ આવશે.
ડૂડલથી લોકો આકર્ષિત
ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલા ગૂગલે ડૂડલ બનાવવાની શરુઆત કરી હતી. ગૂગલે પહેલું ડૂડલ 1998ના વર્ષમાં બનાવવામાં આવ્યું હતું. જે બર્નિંગ ફેસ્ટિવલ પર આધારિત હતું. ત્યારથી શરુ થયેલી આ પરંપરા આજ સુધી શરુ છે અને ઘણી લોકપ્રિય પણ છે.