Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gondal: દારૂ-બિયર ભરેલી કારે રૂરલ LCBના બે કૉન્સ્ટેબલને લીધા હડફેટે

07:15 PM Aug 12, 2024 |
  1. બાતમીના આધારે કરવામાં આવી રહીં હતી તપાસ
  2. LCB બ્રાન્ચના બે કૉન્સ્ટેબલને હોસ્પિટલ ખસેડાયા
  3. રાજકોટ રૂરલ LCB બ્રાન્ચ તપાસ માટે ઉભી હતી

Gondal: ગુજરાત દારૂબંધી ફક્ત નામની છે એ તો હવે કોઇ નવી વાત નથી. અવારનવાર દારૂ ઝડપવાના સમાચાર મળી આવતા હોય છે. પોલીસ દારૂની હેરાફેરી કરતા બુટલેગરની તપાસમાં રહેતા હોય છે તે વચ્ચે ગોંડલ (Gondal)માં દારૂ-બિયર ભરેલી કારે રાજકોટ રૂરલ LCB બ્રાન્ચના બે કૉન્સ્ટેબલને હડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે. હવે બુટલેગરો જાણે કાયદાને માનતા જ નથી એવું જણાઈ રહ્યું છે.

આ પણ વાંચો: Rajkot: લાંચિયાઓ હવે નવો રેકૉર્ડ બનાવવા તરફ! ચીફ ફાયર ઓફિસર 1.80 લાખની લાંચ લેતા ઝડપાયા

કૉન્સ્ટેબલોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

ગોંડલ (Gondal) શહેરમાં જેતપુર રોડ સાંઢિયા પુલ પર બાતમીના આધારે રાજકોટ રૂરલ LCB બ્રાન્ચ તપાસ માટે ઉભી હતી. તે દરમિયાન ઇનોવા કાર ચાલક જે જસદણ તરફથી જેતપુર તરફ જતો હતો. આ દારૂ ભરેલ GJ01KV – 588 નંબરની ઇનોવા કાર ચાલકે LCB બ્રાન્ચના બે ઇજાગ્રસ્ત કૉન્સ્ટેબલ વાઘાભાઈ આલ અને દિગ્વિજયસિંહ રાઠોડને ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, ગોંડલ એલસીબી પોલીસ ત્યાં બાતમીના આધારે તસાપ કરી રહીં હતીં. પરંતુ બુટલગરો માટે કાયદા જાણે તેમના આંગણામાં જ ઉગે છે.

આ પણ વાંચો: મોડા તો મોડા પણ શિક્ષણ વિભાગ જાગ્યું ખરૂ! Danta તાલુકાના 4 શિક્ષકોને નોટિસ

16,89,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

સમગ્ર ઘટનાને લઈને LCB બ્રાન્ચના PI વી.વી. ઓડેદરા ગોંડલ (Gondal) શહેરમાં ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ઈનોવા કારને અન્ય LCBની ટીમે જેતપુરના રબારીકા મેવાસા ગામ તરફ જવાના રોડ પરથી ઝડપી પાડી જેમાં કાર ચાલક ફરાર થઇ જવા પામ્યો હતો. કારમાથી વિદેશી દારૂની 390 નંગ બોટલ, 528 બિયરના ટીન, એક ઇનોવા કાર મળી કુલ 16,89,300/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે ઇનોવા કાર ચાલક ફરાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે, અત્યારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

આ પણ વાંચો: Bhavnagar: ‘અમારે ભણવું છે મરવું નથી’ જીવના જોખમે ભણવા મજબૂર બન્યા છે આ 76 વિદ્યાર્થીઓ