Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

GONDAL : નવરાત્રી પર્વએ શ્રી ભુવનેશ્વરી મંદિર ખાતે નવદુર્ગા પૂજનનું ભવ્યાતિભવ્ય આયોજન

06:06 PM Oct 07, 2024 |

GONDAL : નવરાત્રી (NAVRATRI – 2024) પર્વ પર કુમારિકા પૂજા અને નવદુર્ગા શણગારનું અનેરું મહત્વ રહેલું છે ત્યારે અત્રે ના સુપ્રસિદ્ધ શ્રી ભુવનેશ્વરી મંદિર ખાતે આસો નવરાત્રી પર્વ ખુબજ ધામધૂમ થી ઉજવાય છે અને મંદિર ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ કુમારિકા નવદુર્ગા પૂજનનું આયોજન કરાયું છે નવરાત્રી પર્વએ દેશ વિદેશથી ભક્તજનો અનુષ્ઠાન માટે ઉમટી પડે છે ભગવતીશ્રી ભુવનેશ્વરી માતાજી ના મંદિર ખાતે નવરાત્રી પર્વ ધાર્મિક માહોલ વચ્ચે પૂર્ણ શ્રધ્ધા સાથે અનન્ય ભક્તિભાવથી ઉજવી માતાજીની આરાધના કરે છે

પ્રથમ નોરતેથી જ દરરોજ એક કુમારિકા પૂજન કરવા માં આવે છે

અહીં નવરાત્રી ના પર્વ એ દેશ વિદેશમાંથી ભક્તજનો સતત 8 દિવસ માતાજીની આરાધના કરવામાં આવે છે જેમાં આસો નવરાત્રી ના પ્રથમ નોરતે પીઠના અધ્યક્ષ ડો. રવિદર્શનજી વ્યાસ અને તેમના ધર્મપત્ની આયુશીબેન વ્યાસ ના વરદ્દ હસ્તે ધટ સ્થાપન કરવામાં આવે છે અને ત્યાર બાદ પ્રથમ નોરતેથી જ દરરોજ એક કુમારિકા પૂજન કરવા માં આવે છે આઠમ ના દિવસે નવદુર્ગા કુમારિકા પૂજન કરવામાં આવે છે.

નિત્ય ષોડશોપચાર પુજા ભાવ પૂર્વક કરવામાં આવે છે

ગોંડલ ખાતે ભુવનેશ્વરી પીઠ માં. પુ. આચાર્ય શ્રી ઘનશ્યામજી મહારાજ ની નિશ્રામાં અને અધ્યક્ષ ડો.રવિદર્શનજી ની અધ્યક્ષમાં આ નવરાત્ર ભવ્ય રીતે અનુષ્ઠાન પુર્વક ઉજવવાઃમાં આવે છે તેમાં અકેમ થી આષ્ટમ સુધી રોજ દુર્ગા પ્રત્યક્ષ કુમારીકા પુજા માતાજી નાં સ્વરૂપમાં નિત્ય ષોડશોપચાર પુજા ભાવ પૂર્વક કરવામાં આવે છે. તેમજ દેશ-વિદેશ થી આવેલા ભક્તજનો દ્વારા આ પુજાનો લાભ લ્યે છે તેમાં અષ્ટમી ને દિવસે એકી સાથે નવ કુમારીકા ને બેસાડી ને એકી સાથે નવદુર્ગાં પુજા કરવામાં આવે છે.

દેશ વિદેશથી ઉપસ્થિત ભક્તો પણ હર્ષભેર જોડાઈ છે

નવરાત્રી પર્વએ નાની નાની બાળાઓ ને માતાજી નું સ્વરૂપ માનવામાં આવે છે અને દરરોજ એક કુમારિકાને અલગ અલગ માતાજીનો પહેરવેશ ધારણ કરાવી ભક્તિભાવ સાથે તેમની પૂજા કરવામાં આવે છે આ પ્રસંગે શ્રી ભુવનેશ્વરીના આચાર્યશ્રી ઘનશ્યામજી મહારાજ ના ધર્મપત્ની શ્રીમતી અનિલાબેન વ્યાસ ના વરદ્દ હસ્તે કરવામાં આવે છે સાથે સાથે દેશ વિદેશથી ઉપસ્થિત ભક્તો પણ હર્ષભેર જોડાઈ છે કુમારિકાઓ ની પૂજા, અર્ચન કરી ભકજનો ધન્યતા અનુભવે છે.

અહેવાલ — વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો — Junagadh : ‘Eco Sensitive Zone’ સામે BJP-કોંગ્રેસનાં નેતાઓ એકજૂટ! ગરબીમાં અનોખી રીતે વિરોધ, જુઓ Video