- પૌરાણિક સુરેશ્વર મહાદેવ મંદિરમાં જન્માષ્ટમી નિમિત્તે ખાસ આયોજન
- 90 કિલો અલગ-અલગ પુષ્પમાંથી દ્વાદશ શિવલિંગ તૈયાર કરાયાં
- 30 સભ્યોએ 12 દિવસમાં 12 શિવલિંગ તૈયાર કર્યાં
- આજથી 7 દિવસ સુધી લોકો દર્શનનો લાભ લઈ શકશે
જન્માષ્ટમીનાં (Janmashtami 2024) પર્વમાં સમગ્ર ગોંડલ ગોકુળમય બની ગયું છે. શહેરમાં અલગ-અલગ જગ્યાએ વિવિધ ફ્લોટ્સ બનાવવામાં આવેલ છે. ત્યારે, ગોંડલથી (Gondal) 3 કિમી દૂર રાજાશાહી સમયનું શિવાલય સુરેશ્વર મહાદેવ મંદિર (Sureshwar Mahadev Temple) ખાતે પણ શ્રાવણ માસ તેમ જ જન્માષ્ટમીનાં પર્વને લઈને એક ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યો છે
અલગ-અલગ 90 કિલો પુષ્પમાંથી શિવલિંગ તૈયાર કરાયું
પૌરાણિક સુરેશ્વર મહાદેવ મંદિર (Sureshwar Mahadev Temple) ખાતે શ્રાવણ માસ તેમ જ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે આકર્ષક ફ્લોટ્સ તૈયાર કરવામાં આવે છે. ગત વર્ષે અલગ-અલગ ડ્રાયફ્રૂટમાંથી 12 શિવલિંગ તૈયાર કરાયા હતાં. ત્યારે, આ વર્ષે પણ જન્માષ્ટમીનાં તહેવારને લઈને મંદિરનાં પટાંગણમાં ફ્લોટ્સ તૈયાર કરી સૌ પ્રથમ વખત 12 અદ્દભુત પુષ્પમાંથી 2 ફૂટનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે, જેમાં અલગ-અલગ પુષ્પમાંથી શિવલિંગ બનાવવામાં આવ્યા છે. આ 12 શિવલિંગ દ્વાદર્શ જ્યોતિર્લિંગની ઝાંખી કરાવશે.
આ પણ વાંચો – Janmashtami 2024 : ‘શ્રીકૃષ્ણ જન્મોત્સવ’ ની CM એ શુભેચ્છા પાઠવી કહી આ વાત, અદ્ભુત રોશનીથી ઝળહળી ઉઠ્યા મંદિરો
30 સભ્યોએ 12 દિવસની મહેનતથી 12 શિવલિંગ તૈયાર કર્યાં
ગોંડલ (Gondal) શહેરનાં સુરેશ્વર મિત્ર મંડળ કપુરિયા ચોકનાં 30 થી વધુ સભ્યો દ્વારા આ 12 શિવલિંગ બનાવવા સતત 12 દિવસની મહેનતથી તૈયાર કરવામાં આવી છે, જેમાં આશરે 90 કિલો અલગ-અલગ પુષ્પમાંથી આ દ્વાદશ શિવલિંગ બનાવામાં આવી છે. ત્યારે સમગ્ર ગોંડલમાં આ 12 શિવલિંગ આકર્ષણનું કેન્દ્ર બની છે.
આ પણ વાંચો – Surat : શાકબાજી કાપવાનાં ચપ્પુથી પત્નીનાં પેટમાં ઉપરાછાપરી 7 ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી, કારણ ચોંકાવનારું!
આજથી 7 દિવસ સુધી લોકો દર્શનનો લાભ લઈ શકશે
જન્માષ્ટમીના (Janmashtami 2024) પર્વ નિમિત્તે સુરેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસનાં ત્રીજા સોમવારથી ગોંડલ તેમ જ આસપાસનાં ગ્રામ્ય વિસ્તારનાં શિવભક્તો દર્શનનો લાભ લઈ શકશે, જે આગામી 7 દિવસ સુધી ઝાંખીનાં દર્શનનો લાભ મળશે. સતત 3 વર્ષથી સવજીભાઈ રૈયાણી, ભોલાભાઇ રૈયાણી, અશોકભાઈ બરવાડિયાના ગ્રૂપ દ્વારા અલગ-અલગ ઝાંખી કરાવવામાં આવે છે. પ્રથમ વર્ષે ચોકલેટનાં શિવલિંગની ઝાંખી, જ્યારે બીજા વર્ષે ડ્રાયફ્રૂટના શિવલિંગની ઝાંખી અને આ વર્ષે પુષ્પનાં શિવલિંગની ઝાંખી તૈયાર કરવામાં આવી છે.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો – NIOS Scam : બોર્ડ એક્ઝામમાં “પૈસા ફેંકો, પરીક્ષા પાસ કરો” કૌભાંડનો પર્દાફાશ