+

સોનું ફરી ચમક્યું, ચાંદીએ પણ બતાવી ચળકાટ, આ કારણો થી વધી રહ્યા છે ભાવ

સોના ચાંદીના ભાવને લઇ મહત્વના સમાચાર સામે આવ્યા છે. લાંબા વિરામ બાદ સોના- ચાંદીના ભાવમાં  ફરી તેજી જોવા મળી છે સોનાના ભાવમાં  2 હજાર રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે જ્યારે ચાંદીના ભાવમાં 4 હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં આજે સોનાનો ભાવ 51, 900 એ પહોંચ્યો જ્યારે  ચાંદીનો ભાવ 66 હજારે પહોંચ્યો છે. જો કે, હજુ પણ સોના-ચાંદીના ભાવ વધે તેવી શક્યતા જણાઈ રહી છે. નિષ્ણાંતોનું કહેવું છે

સોના ચાંદીના
ભાવને લઇ મહત્વના સમાચાર સામે આવ્યા છે.
લાંબા વિરામ બાદ સોના- ચાંદીના ભાવમાં  ફરી તેજી જોવા મળી છે સોનાના ભાવમાં  2 હજાર રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે જ્યારે ચાંદીના ભાવમાં 4 હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં આજે સોનાનો ભાવ 51, 900 એ પહોંચ્યો જ્યારે  ચાંદીનો ભાવ 66 હજારે પહોંચ્યો છે. જો કે, હજુ પણ
સોના-ચાંદીના ભાવ વધે તેવી શક્યતા જણાઈ રહી છે. નિષ્ણાંતોનું કહેવું છે કે બજારમાં
સોનાની કિંમત વિતેલા દિવસોની તુલનામાં વધી છે.


ભાવ વધવાના કારણો

  • આંતરાષ્ટ્રીય સ્તરે બજારમાં ભાવ વધ્યા
  • સ્થાનિક બજારમાં રૂપિયો નબળો પડ્યો
  • ક્રિપ્ટો કરન્સીના ભાવ ગગડ્યા
  • યુક્રેન અને રસિયાની તંગદિલીના માહોલની અસર
  • લોકો સોનાના રોકાણ પર રાખી રહ્યા છે વધુ વિશ્વાસ
  • શેર બજાર અસ્થિર હોવાનું પણ કારણ



છેલ્લા 6 મહિનાના મહત્તમ ભાવ

  • ઓગસ્ટ 2021 – 48,900
  • સપ્ટેમ્બર 2021 – 48,950
  • ઓક્ટોબર 2021 – 49,700
  • નવેમ્બર 2021 – 51,000
  • ડિસેમ્બર 2021 – 50,200
  • જાન્યુઆરી 2022 – 50,000

Whatsapp share
facebook twitter