Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Vav Assembly: પેટાચૂંટણી મુદ્દે ગેનીબેનનું મોટું નિવેદન, ઠાકોર સમાજના ઉમેદવારને લઈને તોડ્યું મૌન

02:31 PM Oct 21, 2024 |
  1. વાવ વિધાનસભાની પેટાચૂંટણીને લઈ ગેનીબેને તોડ્યું મૌન
  2. મેં 6 મહિના પહેલા ટિકિટ માગવા ઠાકોર સમાજને કહ્યું હતુંઃ ગેનીબેન
  3. ઠાકોર સમાજના કોઈ આગેવાનોએ ટિકિટ માગી નહીંઃ ગેનીબેન

Vav Assembly: બનાસકાંઠના વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. આ બેઠક પર કોંગ્રેસ કોને ટિકિટ આપે તે અત્યારે સવાલ છે. જો કે, અત્યારે વાવ વિધાનસભાની પેટાચૂંટણી મુદ્દે સાંસદ ગેનીબેન (Genben Thakor)નું મોટું નિવેદન સામે આવ્યું છે. ઠાકોર ઉમેદવારને લઈને સાંસદ ગેનીબેને મૌન તોડ્યું છે. ગેનીબેને કહ્યું કે, મેં 6 મહિના પહેલા ટિકિટ માગવા ઠાકોર સમાજને કહ્યું હતું. પરંતુ ઠાકોર સમાજના કોઈ આગેવાનોએ ટિકિટ માગી નહીં. જેથી હવે પાર્ટી નક્કી કરશે તને ટિકિટ આપવામાં આવશે.

આ પણ વાંચો: Vav Assembly Seatમાં નિર્ણાયક બનશે આટલા મતદારો…

ગુલાબસિંહે પણ ઉમેદવારને લઈને પોતાનું નિવેદન આપ્યું

નોંધનીય છે કે, કોંગ્રેસની કારોબારી અને સેન્સ પ્રક્રિયા દરમિયાન ગેનીબેન ઠાકોર મોટું નિવેદન આપ્યું છે. આ સાથે સાથે વાવ વિધાનસભા અંતર્ગત બેઠકમાં ગુલાબસિંહ (Gulabsinh Rajput)નું નિવેદન પણ સામે આવ્યું છે. ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે, ‘મને ટિકિટ નહીં મળે તો પણ હું નિરાશ નહીં થઉં. કોંગ્રેસ જે વ્યક્તિને ટિકિટ આપશે તેની માટે મહેનત કરીશ. અગાઉ ચૂંટણી લડવા જાણ કર્યા બાદ ટિકિટ કપાઈ હતી. મારી ટિકિટ કપાઈ છતાં હું કોંગ્રેસને વફાદાર રહ્યો હતો.’

આ પણ વાંચો: પોતાના જ ગઢમાં જીત માટે શંકાના વાદળ! ગેનીબેને કહ્યું – ‘પ્રયત્ન કરીશું’

પેટાચૂંટણીને લઈને ઠાકરશી રબારીએ કરી આ વાત

આ સાથે આ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને ઠાકરશી રબારી (Thakarsi Rabari)એ પણ મોટું નિવેદન આપ્યું છે. ભાજપમાં જોડાવાની વાતને ઠાકરશીએ માત્ર અફવા ગણાવી છે. આ સાથે વડલા અને પંખીનું ઉદાહરણ આપી ઠાકરશીએ સ્પષ્ટતા કરી હતી. ઠાકરશી રબારીએ કહ્યું કે, ‘વડલામાં આગ લાગી એટલે અમુક પંખીઓ ઉડી ગયા. પરંતુ કોઈ અફવામાં ન આવશો, કોંગ્રેસ પાર્ટીએ સર્વોપરી છે. ગેનીબેન અને કોંગ્રેસ જે ઉમેદવાર મુકશે. તે કોઈ નામ કે સમાજ નહીં હોય પરંતુ પંજાનો હશે. એ ઉમેદાવરને વાવ વિધાનસભા પર જીતાડવાનો છે.’ વધુમાં કહ્યું કે ,‘હું કોંગ્રેસમાં જ રહેવાનો છું. જેમને પાંખો હતી, તે તમામ લોકો ઉડી ચૂક્યા છે. પાર્ટી જેને ટિકિટ આપશે તેને જીતાડવા માટે મહેનત કરીશું.’

આ પણ વાંચો: MLA Jignesh Mevani નો ગંભીર આરોપ, કહ્યું – ‘હત્યા કે એન્કાઉન્ટર થશે તો IPS પાંડિયન જવાબદાર’