- ગણેશ જાડેજાને હજુ પણ જેલમાં જ રહેવુ પડશે
- એટ્રોસિટી સહિત ગંભીર ગુનાઓ સાથે પોલીસે કરી ચાર્જશીટ
- આગામી સુનાવણી 19 સપ્ટેમ્બરનાં રોજ હાથ ધરાશે
Ganesh Gondal Case : ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા જાડેજા (Geetaba Jadeja) અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનાં (Jayrajsinh Jadeja) પુત્ર ગણેશ જાડેજા (Ganesh Gondal) ઉર્ફે ગણેશ ગોંડલ વિરુદ્ધ ગંભીર ગુનાઓ સાથે એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ દાખલ થયો હતો. આ કેસમાં ધારાસભ્યનાં પુત્રને હજુ પણ જામીન નહીં મળે તેવા સમાચાર છે. ગણેશ જાડેજાને (Ganesh Jadeja) હાઈકોર્ટમાંથી અરજી પરત ખેંચવી પડી શકે છે.
આ પણ વાંચો – Rajkot : લાંચિયા અને સસ્પેન્ડ ફાયર અધિકારી સામે 4500 પાનાંની ચાર્જશીટ, તપાસમાં ચોંકાવનારા ખુલાસા
ગણેશ ગોંડલને જામીન નહીં મળે!
ગણેશ ગોંડલ (Ganesh Gondal) સહિત 10 જેટલા સાગરીતો સામે જુનાગઢમાં (Junagadh) દલિત યુવક સંજય સોલંકીનું (Sanjay Solanki) અપહરણ કરીને ઢોર માર માર્યાનાં આક્ષેપ હોવાથી પોલીસે તેમની ધરપકડ કરી હતી. સંજય સોલંકી સાથે કરેલ મારપીટ અને અભદ્ર વ્યવહાર મામલે ગણેશ જાડેજા સહિત 11 આરોપીઓ છેલ્લા 3 માસથી જેલમાં છે. દરમિયાન, ગણેશ જાડેજા દ્વારા હાઈકોર્ટમાં (Gujarat High Court) જામીન અરજી કરાઈ હતી. જો કે, એટ્રોસિટી એક્ટ હેઠળ (Atrocity Act) ગંભીર આક્ષેપો સાથે પોલીસે ચાર્જશીટ કરી હોવાથી ગણેશ જાડેજાને હાઈકોર્ટમાંથી અરજી પરત ખેંચવી પડી શકે છે.
આ પણ વાંચો – Alpana Mitra Case : કેટલાક ઇજનેરોને નોકરી ગુમાવવાનો આવી શકે છે વારો! ગોળગોળ જવાબોએ શંકા વધારી
પોલીસે દાખલ કરેલી ચાર્જશીટમાં ગંભીર આરોપ
માહિતી મુજબ, ગણેશ જાડેજાને જુનાગઢ કોર્ટમાં (Junagadh Court) જામીન અરજી કરવી પડશે. પોલીસે દાખલ કરેલ ચાર્જશીટમાં પુરાવાનો નાશ કરવાની કલમ પણ ઉમેરી હોવાથી ગણેશ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. જો કે, સંજય સોલંકીનાં કથિત વીડિયો રેકોર્ડ કરેલો મોબાઈલ હાલ પણ પોલીસને કબજે કરવાનો બાકી છે. આ મામલે (Ganesh Gondal Case) હવે આગામી સુનવણી 19 સપ્ટેમ્બરે હાથ ધરાશે.
આ પણ વાંચો – Surat : સોસાયટીમાં રમતાં 5 વર્ષીય માસૂમ માટે સ્કૂલવાન કાળ બની, પરિવારે એકનો એક પુત્ર ગુમાવ્યો