+

ઈલેક્ટ્રીક વાહન લઇને MLA પહોંચ્યા વિધાનસભા, સામાન્ય જનતાને ઉપયોગ કરવા કર્યો અનુરોધ

વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પહોંચ્યા વિધાનસભાઅમિત ઠાકર ઇલેક્ટ્રીક વાહન લઈને પહોંચ્યા વિધાનસભાવધતા જતા પ્રદૂષણને રોકવા અમિત ઠાકરનું સરાહનીય પગલુંસામાન્ય જનતા પણ આ વાહનનો ઉપયોગ કરતી થાય તેઓ અનુરોધ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યોહાલમાં જે પ્રદૂષણ વધી રહ્યું છે તેને લઈને ધારાસભ્ય અમિત ઠાકર ઇલેક્ટ્રીક વાહન સાથે વિધાનસભા સંકુલમાં પહોંચ્યાપેટ્રોલ અને ડીઝલના ભાવ આજે આસમાને પàª
  • વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પહોંચ્યા વિધાનસભા
  • અમિત ઠાકર ઇલેક્ટ્રીક વાહન લઈને પહોંચ્યા વિધાનસભા
  • વધતા જતા પ્રદૂષણને રોકવા અમિત ઠાકરનું સરાહનીય પગલું
  • સામાન્ય જનતા પણ આ વાહનનો ઉપયોગ કરતી થાય તેઓ અનુરોધ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો
  • હાલમાં જે પ્રદૂષણ વધી રહ્યું છે તેને લઈને ધારાસભ્ય અમિત ઠાકર ઇલેક્ટ્રીક વાહન સાથે વિધાનસભા સંકુલમાં પહોંચ્યા
પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે આસમાને પહોંચી ગયા છે ત્યારે ઈલેક્ટ્રીક વાહનોને લોકો ધીમે ધીમે એક્સેપ્ટ કરી રહ્યા છે. વળી પેટ્રોલ અને ડીઝલના વાહનોના કારણે પ્રદૂષણમાં પણ વધારો થઇ રહ્યો છે જેના કારણે પર્યાવરણને પણ ભારે નુકસાન થઇ રહ્યું છે. આ અંગે જાગૃતતા લાવવા આજે ગાંધીનગર વિધાનસભામાં વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર ઈલેક્ટ્રીક વાહન લઇને પહોંચ્યા હતા. વધી રહેલા પ્રદૂષણને રોકવા માટે તેમણે આ એક સરાહનીય પગલુંભર્યું છે. જે સામાન્ય જનતા માટે પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શકે છે.
પર્યાવરણનું રક્ષણ એ દરેક માનવીની પ્રથમ પ્રાથમિકતા છે. આપણે બધા જાણીએ છીએ કે દરેક ઈંધણથી ચાલતા વાહન પર્યાવરણને કેટલું નુકસાન પહોંચાડે છે. વાહનોમાંથી નીકળતા હાનીકારક ધુમાડાની સીધી અસર પર્યાવરણ પર પડે છે. જેને રોકવા હવે એક ઓપ્સન માર્કેટમાં છે. જીહા, ઈલેક્ટ્રીક વાહનને હવે ધીમે ધીમે લોકો સ્વીકારવા લાગ્યા છે. તાજેતરમાં ગાંધીનગર વિધાનસભામાં વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર ઈલેક્ટ્રીક વાહન લઇને પહોંચ્યા હતા. હાલમાં વધી રહેલા પ્રદૂષણને ધ્યાનમાં રાખી અને સમાજમાં એક દાખલો પુરો પાડવા માટે તેઓ પોતે ઈલેક્ટ્રીક વાહન ચલાવીને વિધાનસભા પહોંચ્યા હતા. વળી તેમણે સામાન્ય જનતાને અનુરોધ કર્યો છે કે તેઓ પણ ઈલેક્ટ્રીક વાહન ચલાવતા થાય અને આપણા પર્યાવરણને પ્રદૂષણથી મુક્તિ આપે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter