+

અમિતભાઈ શાહ ગુજરાતમાં, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આપશે હાજરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બુધવારથી ચાર દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. બુધવારે સાંજે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચેલા ગૃહમંત્રીને આવકારવા ડઝનબંધ નેતાઓ એરપોર્ટ પહોંચ્યા હતા. અમિત શાહ ગુરુવારથી પ્રદેશ કાર્યલય કમલમ્ ખાતે મળનારી ચૂંટણી સંકલન સમિતિ સહિતની બેઠકોમાં હાજરી આપશે. દાવેદારોના નામ પર ચર્ચાવિધાનસભા ચૂંટણી જાહેર થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંતà
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બુધવારથી ચાર દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. બુધવારે સાંજે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચેલા ગૃહમંત્રીને આવકારવા ડઝનબંધ નેતાઓ એરપોર્ટ પહોંચ્યા હતા. અમિત શાહ ગુરુવારથી પ્રદેશ કાર્યલય કમલમ્ ખાતે મળનારી ચૂંટણી સંકલન સમિતિ સહિતની બેઠકોમાં હાજરી આપશે. 
દાવેદારોના નામ પર ચર્ચા
વિધાનસભા ચૂંટણી જાહેર થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે. પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ગુરુવારથી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવા જઈ રહી છે જેમાં અમિત શાહ ખાસ હાજરી આપશે. ત્રણ દિવસ સુધી ચાલનારી ચૂંટણી સંકલન સમિતિની આ બેઠકમાં સેન્સ પ્રક્રિયા બાદ આવેલા દાવેદારોના નામ પર ચર્ચા કરવામાં આવશે.
ઉમેદવારના નામો પર અસમંજસતા દુર કરાશે
આ બેઠકમાં ત્રણથી પાંચ નામની પેનલ બની શકે છે. એટલે કે જે બેઠકો પર વધુ ઉમેદવારો છે અને તમામ મજબુત પણ છે તો તેવા ઉમેદવારોના નામ પર અસમંજસતા દૂર કરવા પાંચ નામમી પેનલ બનાવાશે જ્યારે જે બેઠકો પર લગભગ નામ ફાઈનલ જેવી સ્થિતિ હોય તેવી બેઠકો પર ત્રણ નામ સાથેની પેનલ તૈયાર થશે. આ તમામ પેનલ દિલ્હી હાઈકમાન્ડને મોકલી અપાશે અને ત્યારબાદ દિલ્હી ખાતે આખરી નામો પર ચર્ચા વિચારણા કરી અંતે આખરી યાદી જાહેર કરાશે.
મોરબી જઈ શકે છે ગૃહમંત્રીશ્રી
ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ આ સમગ્ર પ્રક્રિયા માટે અમિત શાહ ગુજરાતમાં છે અને તે દરમિયાન ગુજરાતમાં જે કરુણાંતિક સર્જાયેલી છે તે માટે મોરબી ખાતે પણ અમિત શાહ મુલાકાત લે તેવી સંભાવના છે.
પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડમાં ચર્ચા થશે
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ રાજ્યભરમાં 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકા વિસ્તારોમાં પ્રદેશ ભાજપના ઉપક્રમે ઉમેદવારોના નામ સંદર્ભે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ સેન્સ પ્રક્રિયા દરમિયાન જે વિધાનસભા વિસ્તારોમાંથી દાવેદારોએ નામ નોંધાવ્યા હોય તેમની યાદી નિરીક્ષકોએ પ્રદેશમાં મોકલી આપી હતી અને હવે એ યાદી પર પ્રદેશ પાર્લામેન્ટરી  બોર્ડમાં ચર્ચા વિચારણા કરાશે.
Whatsapp share
facebook twitter