+

ગુજરાત ભાજપ LED સ્ક્રીન સાથે ઈ-બાઈક પર કરશે પ્રચાર

ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણી (Assembly Elections) યોજાવા જઈ રહી છે ત્યારે ભાજપે (BJP) હાઈટેક પ્રચાર પ્રસાર માટે તૈયારીઓ આરંભી દીધી છે. પર્યાવરણને અનુકુળ એવા ઈલેક્ટ્રીક સ્કુટર પર ભાજપ આ ચૂંટણીમાં ગામડે ગામડે પ્રચાર કરશે.ગ્રામ્ય વિસ્તારમાં વસતા ખેડૂતો સુધી ભાજપનો પ્રચાર પ્રસાર કરવા ગુજરાત ભાજપે હાઈટેક પ્રચાર પદ્ધિત અપનાવી છે. ટેકનોલોજીની બાબતમાં હંમેશા અગ્રેસર રહેતો ભાજપ (BJP) આ ચૂંટણીમાં ઈ-બાà
ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણી (Assembly Elections) યોજાવા જઈ રહી છે ત્યારે ભાજપે (BJP) હાઈટેક પ્રચાર પ્રસાર માટે તૈયારીઓ આરંભી દીધી છે. પર્યાવરણને અનુકુળ એવા ઈલેક્ટ્રીક સ્કુટર પર ભાજપ આ ચૂંટણીમાં ગામડે ગામડે પ્રચાર કરશે.
ગ્રામ્ય વિસ્તારમાં વસતા ખેડૂતો સુધી ભાજપનો પ્રચાર પ્રસાર કરવા ગુજરાત ભાજપે હાઈટેક પ્રચાર પદ્ધિત અપનાવી છે. ટેકનોલોજીની બાબતમાં હંમેશા અગ્રેસર રહેતો ભાજપ (BJP) આ ચૂંટણીમાં ઈ-બાઈક પર પ્રચાર કરશે. આ માટે ખાસ રણનીતિ ભાજપે ઘડી કાઢી છે, જે અંતર્ગત રાજ્યના 33 જિલ્લા માટે 33 ઈ-બાઈકની ખરીદી કરી લેવાઈ છે.
આ બાઈક પર પાછળના ભાગે ખાસ LED સ્ક્રીન લગાવાશે જેમાં ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Narenrda Modi) અત્યારસુધીની કામગીરી, વિવિધ સરકારી યોજનાઓ સહિતના મુદ્દાઓને આવરી લેતી ટૂંકી ફિલ્મ રજૂ કરાશે. આ એલઈડી સ્ક્રીન સાથેના ઈ-બાઈક ચલાવવા માટે 1800થી વધુ કાર્યકર્તાઓને ખાસ ટ્રેનીંગ પણ આપવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર  17 સપ્ટેમ્બરના રોજથી આ હાઈટેક પ્રચારનો પ્રારંભ કરાશે.
પ્રદેશ ભાજપ કિસાન મોરચાને આ હાઈટેક પ્રચારની જવાબદારી સોપાઈ છે. કિસાન મોરચા અધ્યક્ષ હિતેશ પટેલે (Hitesh Patel) ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, કિસાન મોરચના યુવા કાર્યકર્તાઓ 14 હજારથી વધુ ગામડાઓમાં 20 લાખથી વધુ ખેડૂતોનો સીધો સંપર્ક કરશે. ઈ-બાઈક પર તમામ કાર્યકર્તાઓ ગ્રામ્ય વિસ્તારોમાં જશે અને ખેડૂતો સાથે સીધો સંવાદ કરી તેમને સરકારની ખેડૂતલક્ષી યોજનાઓથી માંડીને રાજ્ય અને કેન્દ્ર સરકારની કામગીરીનો પરિચય કરાવાશે.
Whatsapp share
facebook twitter