+

કબૂતરબાજીમાં કરોડનો ચૂનો, દિલ્હીના એજન્ટ પૈસા ભરેલી બેગ લઈ છૂમંતર

વિદેશ (Abroad) જવાની ઘેલછામાં ઘણી જગ્યાએ પહેલા કડવા અનુભવ થયા હોવા છતાં પણ લોકો વિદેશ જવાની ઘેલછામાં છેતરાય છે. અગાઉ કલોલમાં (Kalol) 2 કિસ્સા બની ચૂક્યા છે ગેરકાયદેસર રીતે એજન્ટ દ્વારા વિદેશ જવામાં 2 પરિવાર જાન ગુમાવી હતી દિંગુચાનો પરિવાર અને એક કલોલનો કિસ્સો તેમ છતાં લોકો વિદેશ જવામાં જાનની સાથે પૈસા પણ ગુમાવી દે છે ત્યારે વધુ એક કિસ્સો બન્યો છે. જેમાં દિલ્હીના ઠગ દ્વારા ગાંધીનગર કુડાસણàª
વિદેશ (Abroad) જવાની ઘેલછામાં ઘણી જગ્યાએ પહેલા કડવા અનુભવ થયા હોવા છતાં પણ લોકો વિદેશ જવાની ઘેલછામાં છેતરાય છે. અગાઉ કલોલમાં (Kalol) 2 કિસ્સા બની ચૂક્યા છે ગેરકાયદેસર રીતે એજન્ટ દ્વારા વિદેશ જવામાં 2 પરિવાર જાન ગુમાવી હતી દિંગુચાનો પરિવાર અને એક કલોલનો કિસ્સો તેમ છતાં લોકો વિદેશ જવામાં જાનની સાથે પૈસા પણ ગુમાવી દે છે ત્યારે વધુ એક કિસ્સો બન્યો છે. જેમાં દિલ્હીના ઠગ દ્વારા ગાંધીનગર કુડાસણમાં 3 એજન્ટમાં 1 કરોડ રૂપિયા લઈ જાવનો બનાવ બન્યો છે.
એક કરોડ લઈને રફુચક્કર
વિદેશ જવાની લાલચમાં છેતરામણીના કિસ્સા વધતાં જાય છે ત્યારે પાટનગર ગાંધીનગર (Gandhinagar) ફરી એક વાર કબૂતરબાજીમાં એજન્ટના પૈસા ગયાનો કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગર કુડાસણ નજીક દિલ્હીના કબુતરોબાજો એક કરોડ લઈને રફુચક્કર થઈ ગયાની ઘટના પ્રકાશમાં આવી છે.
પાટનગરમાં કબૂતરબાજો એક કરોડ લઈને રફ્ફુચક્કર
ભાઈજીપૂરા નજીક એક હોટલમાં એક કન્સલ્ટન્સી ચલાવતા સંચાલક પાસેથી એક કરોડ પડાવી છું. મંતર  થઈ ગયા છે, કુડાસણ નજીક કન્સલ્ટન્સીમાં ટુરિસ્ટ વિઝાનું કામ કાજ ચાલે છે  એવામાં ગાંધીનગરના એક ઇસમના કોન્ટેકટમાં દિલ્હીનો એક એજન્ટ હતો જેને પેસેન્જરોને અમેરિકા મોકલવા માટે વાત કરતા પૈસા બતાવવાની વાત કરી હતી જેને લઈને અહીંના સંચાલકો પૈસા બતાવવા તૈયાર થઈ ગયા હતા અને ત્યારબાદ એક ખાનગી હોટલમાં મિટિંગ કરવામાં આવી હતી. દિલ્હીથી આવેલ એજન્ટોએ ગાંધીનગરના સંચાલકોને કોઈ પદાર્થ સુઘાડી સંચાલકો ને ઊંઘાડી એક કરોડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા સંચાલકોએ ઇન્ફોસિટી પોલીસ મથકે જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter