+

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી કાર્યકર્તાઓના સ્વસ્થ્યની ચિંતા કરે છે, સી. આર. પાટીલનો સ્વ-અનુભવ એમના જ શબ્દોમાં વાંચો…

ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલે (C R Patil) દેશમાં આરોગ્યની સુવિધા અને વડાપ્રધાનની પ્રશંસા કરતો પોતાનો સ્વ-અનુભવ શેર કર્યો છે. તેમણે કહ્યું કે, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી (Narendra Modi) સાહેબ કાર્યકર્તાઓનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે પણ વિશેષ ચિંતા કરે છે, જેનો એક અનુભવ મને પણ થયો. તેમણે જણાવ્યું કે, વજન વધવાને કારણે તથા સતત પ્રવાસ અને કાર્યરત રહેવાને કારણે મારા ચહેરા પર à
ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલે (C R Patil) દેશમાં આરોગ્યની સુવિધા અને વડાપ્રધાનની પ્રશંસા કરતો પોતાનો સ્વ-અનુભવ શેર કર્યો છે. તેમણે કહ્યું કે, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી (Narendra Modi) સાહેબ કાર્યકર્તાઓનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે પણ વિશેષ ચિંતા કરે છે, જેનો એક અનુભવ મને પણ થયો. 
તેમણે જણાવ્યું કે, વજન વધવાને કારણે તથા સતત પ્રવાસ અને કાર્યરત રહેવાને કારણે મારા ચહેરા પર થાક વર્તાતો હતો જે માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી  (Narendra Modi) સાહેબે આયુષની આયુર્વેદ ઈન્સ્ટીટયુટ (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદ)માં નેચરોપથીની સારવાર લેવા માટે તાકીદ કરી. આજે દસ દિવસ પછી નેચરોપથીની સારવાર લઈને 6 કિલો વજન ઓછું કરી વધુ તાજગી અને સ્ફૂર્તિ મેળવી  આપ સૌ કાર્યકર્તાઓ સાથે કાર્યમાં જોડાયો છું. 
તેમણે કહ્યું, અનેક કાર્યકર્તાઓ, શુભેચ્છકોએ ટેલિફોનિક શુભેચ્છા પાઠવવાનો પ્રયત્ન કર્યો પરંતુ નેચરોથેરાપીના નિયમો અને શિડયુલના કારણે વાત ના કરી શકયો એ માટે દિલગીર છું અને આપની લાગણી, શુભેચ્છાઓ માટે આભારી છું. વિશેષ રૂપે મારા સ્વાસ્થ્ય માટેની ચિંતા કરવા માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર વ્યક્ત કરું છું.
વધુમાં તેમણે ઉમેર્યું કે, આપણી આયુર્વેદિક ધરોહરને આયુષ મંત્રાલય હેઠળ લાવી આ આયુર્વેદ ઈન્સ્ટીટયુટનું વિશાળ સંકુલ ઊભું કરી AIIMSનો દરજ્જો આપવામાં આવ્યો છે અને જેમાં નેચરોથેરાપીની 71 પ્રકારની સારવાર કરવામાં આવે છે અને દરરોજ 3000થી વધુ લોકો થેરાપીનો લાભ લે છે, આવી ભવ્ય નેચરોથેરાપીની સુવિધા સૌને પ્રદાન કરવા માટે સાહેબને અભિનંદન.Whatsapp share
facebook twitter