+

રાજ્યમાં કોરોનાના નવા 314 કેસ નોંધાયા, અમદાવાદમાં 77 કેસ

કોરોનાના( Corona) કેસમાં ઘટાડો અને સાજા થતા લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જેમાં 27 ઓગષ્ટના રોજ કોરોનાના નવા 314 કેસ નોંધાયા છે. જયારે કોરોના એક્ટિવ કેસની સંખ્યા 1912 એ પહોંચી છે. તેમજ કોરોના રિકવરી રેટ 98.98 ટકા થયો છે. જયારે આજે કોરોનાથી 226 દર્દીઓ સાજા થયા છે. જયારે કોરોનાના નવા કેસની વાત કરીએ તો અમદાવાદમાં(Ahmedabad)  76, વડોદરામાં 46, સુરતમાં 25, ગાંધીનગરમાં 20, રાજકોટમાં 14, વલસાડમાં 14, મહેસાણામાં 13, રાજ

કોરોનાના( Corona) કેસમાં ઘટાડો અને સાજા થતા લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જેમાં 27 ઓગષ્ટના રોજ કોરોનાના નવા 314 કેસ નોંધાયા છે. જયારે કોરોના એક્ટિવ કેસની સંખ્યા 1912 એ પહોંચી છે. તેમજ કોરોના રિકવરી રેટ 98.98 ટકા થયો છે. 


જયારે આજે કોરોનાથી 226 દર્દીઓ સાજા થયા છે. જયારે કોરોનાના નવા કેસની વાત કરીએ તો અમદાવાદમાં(Ahmedabad)  76, વડોદરામાં 46, સુરતમાં 25, ગાંધીનગરમાં 20, રાજકોટમાં 14, વલસાડમાં 14, મહેસાણામાં 13, રાજકોટમાં 13, સુરત જિલ્લામાં 12, ગાંધીનગરમાં 09, ભરૂચમાં 07, નવસારીમાં 07, સાબરકાંઠામાં 06, અમરેલીમાં 05, પાટણમાં 05, વડોદરામાં 05, બનાસકાંઠામાં 04, દ્વારકામાં 04, કચ્છમાં 04, પોરબંદરમાં 04, ગીર સોમનાથમાં 03, આણંદમાં 02, ભાવનગર જિલ્લામાં 02, ભાવનગર કોર્પોરેશન 02, દાહોદમાં 02, જામનગરમાં 02, ખેડામાં 02, પંચમહાલમાં 02, અમદાવાદ જિલ્લામાં 01, અરવલ્લીમાં 01, મોરબીમાં 01 અને સુરેન્દ્રનગરમાં 01 કેસ નોંધાયો છે.

જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે 2,90,947  લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 939  ને રસીનો પ્રથમ અને 4012  લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 289  ને રસીનો પ્રથમ અને 627  ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 27418 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 627 ને રસીનો પ્રથમ અને 2137  ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 2,54,796  પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 12,29, 51, 657  રસીના ડોઝ આપવામાં આવ્યો છે.
Whatsapp share
facebook twitter