Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gandhinagar : ‘શિક્ષક દિવસ’ એ TAT પાસ ઉમેદવારોનું ધરણા પ્રદર્શન, સરકાર સમક્ષ કરી આ માગ

11:30 AM Sep 05, 2024 |
  1. શિક્ષકોની ભરતી અંગે ઉમેદવારોનું ફરી ધરણા પ્રદર્શન
  2. ‘શિક્ષક દિવસ’ પર આજે ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન
  3. નોટિફિકેશન જાહેર ન થતા ઉમેદવારોએ આંદોલનની કરી જાહેરાત

Gandhinagar : રાજ્ય સરકાર દ્વારા અગાઉ શિક્ષકોની ભરતીની (Teachers Recruitment) જાહેરાત કરવામાં આવી હતી, જેમાં TAT HS ની 4 હજાર જગ્યાઓની ભરતી માટે 1 સપ્ટેમ્બરનાં રોજ નોટિફિકેશન જાહેર થશે તેવું કહેવામાં આવ્યું હતું. જો કે, નોટિફિકેશન જાહેર ન થતા ઉમેદવારોએ આંદોલનની જાહેરાત કરી હતી. આજે TAT પાસ ઉમેદવારો ‘શિક્ષક દિવસ’ નિમિત્તે ગાંધીનગર ખાતે ધરણા પ્રદર્શન કરવા પહોંચ્યા છે.

આ પણ વાંચો –Ahmedabad : શહેરની ટ્રાફિક સમસ્યા અંગે જનજાગૃતિ માટે HC નાં જજે બીડું ઊઠાવ્યું! જુઓ પ્રેરણાદાયક તસવીર

શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવા માગ

રાજ્યમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા પર ભરતી અંગે આજે ગાંધીનગરમાં (Gandhinagar) ઉમેદવારો ધરણા પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા. આજે ગુજરાત સહિત દેશભરમાં ‘શિક્ષક દિવસ’ની (National Teacher’s Day) ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગરમાં એક વાર ફરી શિક્ષકો દ્વારા ભરતી, પગાર સહિતના વિવિદ મુદ્દાઓ સાથે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું. વિરોધ પ્રદર્શન કરી રહેલા ઉમેદવારોનું કહેવું છે કે, રાજ્ય સરકારે અગાઉ શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો –Kheda : વિધર્મી શિક્ષકે 9 વર્ષની વિદ્યાર્થિની સાથે કર્યું ઘૃણાસ્પદ કૃત્ય, કાજલ હિન્દુસ્તાનીએ કરી આ માગ

સરકારે નોટિફિકેશન જાહેર ન કરતા ઉમેદવારોમાં નારાજગી

ઉમેદવારોએ આગળ જણાવ્યું કે, આ જાહેરાતમાં TAT HS ની 4 હજાર જગ્યાઓની ભરતી  માટે 1 સપ્ટેમ્બરનાં રોજ નોટિફિકેશન જાહેર થશે તેવું કહેવામાં આવ્યું હતું. પરંતુ, ત્યાર સુધી સરકાર (Gujarat Ggovernment) દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી. આથી અમે ફરી એકવાર ગાંધીનગર આંદોલન કરવાનાં છીએ. સરકાર અમારી માગોનું જલદી નિરાકરણ લાવે એવી અમારી માગ છે.

આ પણ વાંચો –Teachers’ Day 2024 : આજે દેશભરનાં 16 શિક્ષકને અપાશે ‘રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ’, ગુજરાતમાંથી એકમાત્ર ટીચર થશે સન્માનિત