Gandhinagar : ગુજરાત સરકારનાં (Gujarat Government) વહીવટી તંત્રને (Administration) લઈ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. માહિતી મુજબ, રાજ્યનાં 18 IAS ની બદલી (IAS Transferred) કરવામાં આવી છે. IAS એસ.જે. હૈદર (IAS S.J. Haider) ઊર્જા વિભાગના સચિવ બનાવાયા છે. જ્યારે IAS મનોજ દાસને (IAS Manoj Das) મુખ્યમંત્રી કાર્યાલયની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે IAS મનોજ દાસને ગુહ વિભાગમાં ACS નો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. અહીં જાણો ગુજરાતનાં વહીવટી તંત્રમાં થયેલા મોટા ફેરફારો અંગે…
રાજ્યના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર : 18 IAS અધિકારીઓની બદલી । Gujarat First @GujaratFirst @CMOGuj #Gujarat #GujaratFirst #GAD #IAS #IPS #Transfer #IAS #GovtOfGujarat #Secretariat #GujaratFirst #Gandhinagar pic.twitter.com/vFIg5jl73t
— Gujarat First (@GujaratFirst) July 31, 2024
આ પણ વાંચો – Surat : ‘આ ડે. મેયર સાહેબ છે, તેમના પગ ન બગડે એટલે ઊંચકી લીધા…’ વિપક્ષનો અનોખો વિરોધ
– મમતા વર્મા ની ઊર્જા વિભાગમાંથી ઉદ્યોગ વિભાગમાં બદલી કરાઈ છે.
– મુરલી કૃષ્ણનનની આદિવાસી વિકાસ વિભાગમાંથી રાજ્ય ચૂંટણી પંચમાં બદલી કરાઈ છે.
– વિનોદ રાવની શિક્ષણ વિભાગમાંથી શ્રમ રોજગાર વિભાગમાં બદલી થઈ છે.
– જ્યંતી રવિને મહેસુલ વિભાગનો હવાલો સોંપાયો છે.
– અંજુ શર્માની લેબર અને સ્કિલ વિભાગમાંથી કૃષિ સહકાર વિભાગમાં બદલી કરાઈ છે.
– એસ.જે. હૈદરની ઉધોગ અને ખાણ ખનીજ વિભાગમાંથી ઊર્જા વિભાગમાં બદલી થઈ.
– જે.પી. ગુપ્તાની નાણા વિભાગમાંથી આદિવાસી વિકાસ વિભાગમાં બદલી કરાઈ.
– સુનૈના તોમરને ઉચ્ચ શિક્ષણ વિભાગમાં બદલી કરાઈ છે.
– પંકજ કુમારને વાહન વ્યવહાર વિભાગનો વધારાનો હવાલો સોંપાયો.
– મનોજ કુમાર દાસને મુખ્યમંત્રી કાર્યાલયમાં મૂકાયા છે.
– મનોજ કુમાર દાસ મુખ્યમંત્રી કાર્યાલયમાં ACS તરીકે સેવા આપશે.
– ગૃહ વિભાગના ACS તરીકે મનોજ કુમાર દાસને વધારાનો હવાલો સોંપાયો.
– રાજીવ ટોપનોને નાણાં વિભાગમાં જવાબદારી સોંપાઇ છે.
– વેઇટિંગ ફોર પોસ્ટિંગની રાહ જોતા IPS રાજુ ભાર્ગવને આર્મ યુનિટ ગાંધીનગર ખાતે પોસ્ટિંગ અપાયું છે.
આ પણ વાંચો – Hyatt Hotel : મોંઘીદાટ હયાત હોટેલમાં બેદરકારીનો પુરાવો! સંભારમાંથી નીકળ્યો વંદો, થઈ કડક કાર્યવાહી
રાજ્યના પોલીસ તંત્રમાં બદલીનો ગંજીફો ચિપાયો
રાજ્યના પોલીસ તંત્રમાં બદલીનો ગંજીફો ચિપાયો : 8 IPS અધિકારીઓને નિમણૂંક । Gujarat First @GujaratFirst @CMOGuj
#Gujarat #GujaratPolice #Home #GujaratFIrst #IPS #IPSGujarat #GujaratCader #HomeGujarat pic.twitter.com/lLfWxRCO2e— Gujarat First (@GujaratFirst) July 31, 2024
ઉપરાંત, ગુજરાતનાં પોલીસ બેડામાં (Gujarat Police) પણ મોટાપાયે બદલીઓ કરવામાં આવી છે. રાજ્યનાં 8 IPS ની બદલીનાં (IPS Transfer) આદેશ કરાયાં છે. માહિતી મુજબ, રાજકોટનાં (Rajkot) તત્કાલિન કમિશનર રાજુ ભાર્ગવને (Commissioner Raju Bhargava) ADG તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે IPS ડો. જિતેન્દ્ર અગ્રવાલ (IPS Dr. Jitendra Aggarwal) સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચનાં SP તરીકે નિયુક્તિ કરાઈ છે. ઉપરાંત, IPS કોરુકોન્ડાં સિદ્ધાર્થની ગવર્નરનાં ADC તરીકે મુકાયા છે અને IPS જે.એ.પટેલ SCRB નાં SP તરીકે ગાંધીનગર (Gandhinagar) ખાતે મુકાયા છે.
આ પણ વાંચો – Pragati Ahir : કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થમારાનાં કેસમાં કોંગ્રેસ નેતા પ્રગતિ આહીરને મોટી રાહત