Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gandhinagar: અસમાજિક તત્વોએ હોટલમાં કર્યું અંધાધૂન ફાયરિંગ? પોલીસે આપી ઘટનાની સાચી વિગત

01:22 PM Jul 29, 2024 | VIMAL PRAJAPATI

Gandhinagar: ગાંધીનગરમાં ક્રાઇમની ઘટના સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે ગાંધીનગરમાં મોડી રાત્રે પેથાપુરના પિંડારડા ગામે આવેલી હોટલમાં ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, ગાંધીનગર (Gandhinagar)માં પેથાપુરના પિંડારડા ગામે આવેલી હોટલમાં અસામાજિક તત્વો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. વિગતે એવી સામે આવી રહીં છે કે, પૈસાની લેતી દેતી મામલે ફાયરિંગ થયું હતું. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે બે ઇકો કાર ભરી આવેલા 20 જેટલા ઈસમોએ ફાયરિંગ અંધાધૂન ફાયરિંગ કર્યું હતું.

અસામાજિક તત્વોએ હોટલમાં તોડફોડ કરી ફાયરિંગ કર્યું હોવાનો આક્ષેપ

વધુમાં વાત કરવામાં આવે તો, પેથાપુરના પિંડારડા ગામમાં આવેલી હોટલમાં ઈસમોએ તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે. આ સાથે સ્થાનિકોએ ફાયરિંગ કર્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. નોંધનીય છે કે, હોટલના લોકોએ ઇસમ પાસે રિવોલ્વર જો એટલે તે લોકો ઘભરાઈ ગયા હતા અને ત્યાથી ભાગ્યા હતા. ઘટના જાણ થતા પોલીસે આવી પહોંચી અને તપાસ હાથ ધરી હતી. ચોંકાવનારી વાત એ છે કે, પોલીસ દ્વારા ફાયરિંગ ન થવાનું જણાવ્યું છે.

અસામાજિક તત્વોએ થાર, સ્કોર્પિયો, અલ્ટો ગાડીના કાંચ તોડ્યા

પોલીસે આપેલી વિગતો પ્રમાણે અહીં અસામાજિક તત્વોએ થાર, સ્કોર્પિયો, અલ્ટો ગાડીના કાંચ તોડ્યા હતા. પરંતુ અહીં કોઈ ફાયરિંગ થયું નથી તેવું પોલીસે જણાવ્યું છે. નોંધનીય છે કે, પેથાપુર પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી દીધી હતી. આ હોટલ પાસે પૈસાની લેતી દેતા મામલે ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું છે. જો કે, પોલીસ ઘટના વિગતે આપતા કહ્યું કે, અહીં કોઈ પણ પ્રકારનું ફાયરિંગ થયું નથી. નોંધનીય છે કે, પોલીસ ઘટનાની વધુ તપાસ હાથ ધરી દીધી છે. વિગતો પ્રમાણે પૈસાની લેતી દેતી મામલે ફાયરિંગ થયું હતું. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે બે ઇકો કાર ભરી આવેલા 20 જેટલા ઈસમોએ ફાયરિંગ અંધાધૂન ફાયરિંગ કર્યું હતું.

આ પણ વાંચો: Gujarat: રાજ્યના 45 જળાશય સંપૂર્ણ રીતે છલકાતા હાઈ એલર્ટ,સરદાર સરોવર ડેમ 53 ટકાથી વધુ ભરાયો

આ પણ વાંચો: Gujarat: સ્માર્ટ સિટી અમદાવાદમાં ભરાયા વરસાદી પાણી, રાજ્યમાં 127 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ

આ પણ વાંચો: Bhavnagar: આસ્થા, ભક્તિ અને શ્રદ્ધા સાથે ભક્તો કરી રહ્યા છે નિષ્કલંક મહાદેવની આરાધના