Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Forest Guard Recruitment : ઉમેદવારોની યાદી અને શારીરિક કસોટીને લઈ આવી અપડેટ

10:45 PM Jul 23, 2024 | Vipul Sen

ફોરેસ્ટ ગાર્ડની ભરતીને (Forest Guard Recruitment) લઈ મોટા સમાચાર આવ્યા છે. જિલ્લા પ્રમાણે કેટેગરી તથા મહિલા ઉમેદવારોની નિયત જગ્યાઓની યાદી હવે ટૂંક સમચમાં તૈયાર થઈ જશે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, જગ્યાં પ્રમાણે 8 ગણા ઉમેદવારોની યાદી 31 જૂલાઈ સુધી તૈયાર થઈ જશે. તૈયાર થયેલી આ યાદી સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. માહિતી મુજબ, ઓક્ટોબર-નવેમ્બરમાં ફોરેસ્ટ ગાર્ડની શારીરિક કસોટી (Forest Guard Physical Test) યોજાશે. આ મામલે જલદી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત થઈ શકે છે.

ઓક્ટોબર-નવેમ્બરમાં ફોરેસ્ટ ગાર્ડની શારિરીક કસોટી યોજાશે

ફોરેસ્ટ ગાર્ડની ભરતીની (Forest Guard Recruitment) રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે એક મોટા અને મહત્ત્વના સમાચાર આવ્યા છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, હવે ટૂંક સમયમાં જિલ્લા પ્રમાણે કેટેગરી અને મહિલા ઉમેદવારોની નિયત જગ્યાને લઈ યાદી તૈયાર કરવામાં આવશે. જગ્યા પ્રમાણે 8 ગણા ઉમેદવારોની યાદી 31 જુલાઈ સુધીમાં તૈયારી કરવામાં આવી શકે છે. આ યાદી તૈયાર થયા બાદ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. માહિતી મુજબ, ઓક્ટોબર- નવેમ્બર સુધીમાં ફોરેસ્ટ ગાર્ડની શારીરિક કસોટીનું (Forest Guard Physical Test,) આયોજન પણ કરવામાં આવી શકે છે. આ અંગે ગૌણ સેવા પસંદગી મંડળ (Services Selection Board) દ્વારા જલદી જાહેરાત કરવામાં આવશે.

પોલીસ ભરતીને લઈ હસમુખ પટેલે કહી હતી આ વાત

જણાવી દઈએ કે, ગઈકાલે પોલીસ ભરતીની રાહ જોઈ રહેલા અને તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક મોટી અપડેટ આવી હતી. સુરતની (Surat) મુલાકાત દરમિયાન ભરતી બોર્ડનાં અધ્યક્ષ હસમુખ પટેલે (Hasmukh Patel) એક ખાનગી સમાચાર ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં પોલીસ ભરતીની શારિરીક અને લેખિત કસોટી અંગે વાત કરી માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, પોલીસ ભરતી (Police Recruitment) માટે શારીરિક કસોટી ચોસામા બાદ થશે. ત્યાર બાદ લેખિત પરીક્ષાનું પણ ત્વરિત આયોજન કરાશે. તેમણે ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, રાજ્યમાં 12000 લોકરક્ષક (Constables Recruitment) અને 500 PSI ની ભરતી માટે શારિરીક પરીક્ષાનું આયોજન ચોમાસા બાદ ત્વરિત કરાશે અને ત્યાર બાદ લેખિત પરીક્ષા (Witten Test) યોજાશે.

 

આ પણ વાંચો – પોલીસ ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે મહત્ત્વની ખબર! Hasmukh Patel એ આપી અપડેટ

આ પણ વાંચો – Ahmedabad : અમદાવાદીઓ ધ્યાન આપો..! કાલે વહેલા નીકળજો નહીંતર પહોંચી નહીં શકો ઓફિસે!

આ પણ વાંચો – Union Budget 2024 : શક્તિસિંહ ગોહિલ, રાહુલ ગાંધી, મનીષ દોશી અને ખડગેના સરકાર પર આકરા પ્રહાર