Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Bhavnagar : જામવાળી 2 ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ

11:21 AM Oct 16, 2024 |
  • ભાવનગરના પાલીતાણામાં વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ
  • જામવાળી 2 ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ
  • 120 બાળકોમાથી 23ને થઈ ફૂડ પોઈઝનિંગની અસર
  • શાળામાં ભોજન આરોગ્યા બાદ થઈ ઝાડા-ઉલ્ટીની અસર
  • શિક્ષિકાના જન્મ દિવસે શાળામાં ભોજનનું કરાયું હતું આયોજન

Bhavnagar : ભાવનગર (Bhavnagar)ના પાલીતાણામાં વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું હોવાની ઘટના બની છે. મળેલી માહિતી મુજબ જામવાળી 2 ગામની પ્રાથમિક શાળાના 23 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું છે. શાળામાં ભોજન આરોગ્યા બાદ થઈ ઝાડા-ઉલટીની અસર થઇ હતી. ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગની ટીમ પહોંચી હતી અને બાળકોને પોતાના ઘેર જ સારવાર અપાઇ હતી. હાલ આ બાળકોની તબિયત સુધારા પર છે. હાલ તમામની હાલત સ્થિર અને સામાન્ય અસર થયાનું આરોગ્ય વિભાગે નિવેદન આપ્યું છે.

120 બાળકોમાંથી 23 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર

જામવાળી 2 ગામની પ્રાથમિક શાળાના 23 જેટલા વિદ્યાર્થીઓને ફુડ પોઈઝનિંગની અસર થઇ છે. શાળામાં ભોજન આરોગ્યા બાદ ઝાડા-ઉલટીની અસર થઇ હતી. 120 બાળકોમાંથી 23 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઇ હતી.

આ પણ વાંચો–Gandhinagar: દહેગામના ગલુદર ગામમાંથી ઝડપાયું શંકાસ્પદ ઘી, અંદાજે 822 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

શિક્ષિકાના જન્મ દિવસે શાળામાં ભોજનનું આયોજન

જાણવા મળેલી માહિતી મુજબ શિક્ષિકાના જન્મ દિવસે શાળામાં ભોજનનું આયોજન કરાયું હતું, જેથી આરોગ્ય વિભાગની ટીમે જામવાળી 2 ગામમાં ધામા નાખ્યા હતા. તમામ બાળકોને પોતાના ઘરે જ સારવાર આપવામાં આવી હતી. તમામ બાળકોની તબિયતમાં હાલ સુધારા પર છે.હાલ તમામની હાલત સ્થિર અને સામાન્ય અસર થયાનું આરોગ્ય વિભાગે નિવેદન આપ્યું છે.

આ પણ વાંચો-Mehsana LCB : બોલો…હવે જીરું અને વરિયાળી પણ નકલી…