Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સમતોલ આહાર વધારી દેશે તમારું આયુષ્ય!

09:32 AM Apr 17, 2023 | Vipul Pandya

PLOS મેડિસિન જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર

જો કઈ મહિલા 20 વર્ષની ઉંમરે વધુ સારો આહાર લેવાનું શરૂ કરે તો તે પોતાનું આયુષ્ય 10 વર્ષ સુધી વધારી શકે છે, તમે ઘણીવાર નિષ્ણાતોને કહેતા સાંભળ્યા હશે કે,સ્વસ્થ જીવનશૈલી, સ્વસ્થ આહાર અપનાવવાથી તમે માત્ર ઘણી

બીમારીઓથી દૂર રહી શકો છો પરંતું, તેમાંથી છૂટકારો મેળવવામાં નિર્ણાયક પરિબળ પણ ભજવી શકો છો. આહારમાં જરૂરી ફેરફાર કરીને તમે તમારા જીવનને લગભગ 13 વર્ષ સુધી વધારી શકો છો. 

સંશોધન કેવી રીતે કરવામાં આવ્યું?

નોર્વેના સંશોધકોએ મહિલાઓ અને પુરુષોના લાંબા આયુષ્યમાં ભોજનની ભૂમિકા પર સંશોધન કર્યું હતું. આ માટે એવા ડેટાનો સમાવેશ કરવામાં આવ્યો હતો કે લાલ માંસ અને પ્રોસેસ્ડ ફૂડ ખાનારા પુરૂષો કે, મહિલાઓના લાંબા આયુષ્ય વચ્ચે શું સંબંધ છે?

બીજો ડેટા સંતુલિત આહાર ધરાવતા લોકો પાસેથી લેવામાં આવ્યો હતો, જેમના આહારમાં મુખ્યત્વે ફળો, શાકભાજી અને શાકભાજીનો સમાવેશ થાય છે.

60 વર્ષની ઉંમરે પણ ફાયદો

60 વર્ષની ઉંમરે પણ સંતુલિત આહાર શરૂ કરી શકાય છેસ્ત્રીઓ તેમના જીવનને 8 વર્ષ અને પુરુષો લગભગ નવ વર્ષ સુધી વધારી શકે છેલીલા શાકભાજીના એટલા બધા ફાયદા છે કે 80 વર્ષના વરિષ્ઠ નાગરિકો પણ તેનું રોજ સેવન કરવાથી ઘણા ફાયદા મેળવે છે.


નિષ્ણાતોનું શું કહેવું છે?

ટ્રુ હેલ્થ ઇનિશિયેટિવના પ્રમુખ ડૉડેવિડ કાત્ઝેએ જણાવ્યું હતું કે સંતુલિત આહાર ક્રોનિક રોગ અને અકાળે મૃત્યુના

જોખમને ઘટાડે છે.સૌથી ફાયદાકારક ખોરાકમાં કઠોળ,વટાણા અને દાળનો સમાવેશ થાય છે. જો કે, અનાજની સાથે, અખરોટ,બદામ અને પિસ્તાના રોજિંદા સવનથી ઘણી બીમારીઓને દૂર રાખી શકાય છે.