Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જખૌ વિસ્તારમાં માછીમારોને શેવાળની ખેતીથી પૂરક રોજગારી મેળવવાની તાલીમ અપાઈ

05:33 PM Oct 02, 2023 | Vishal Dave
અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ 
ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં પ્રમોશન ઓફ સિવીડ કલ્ટીવેશન ઈન ગલ્ફ ઓફ કચ્છ નામનો ખૂબ જ અગત્યનો  પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત તારીખ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ ભારત સરકાર તરફથી IAS અધિકારીશ્રી જુબીન મહાપાત્રા (આસિસ્ટન્ટ સેક્રેટરી) તેમજ આસિસ્ટન્ટ કમિશનર ઓફ ફિશરીઝના અધ્યક્ષ સ્થાને ગુજરાત ફિશરીઝ વિભાગના અધિકારીઓ દ્વારા કોરી ક્રીક વિસ્તારમાં તેહરા, લક્કી, રોડાસર, ગુનાવ, પીપર અને ભુટાવ ગામોમાં માછીમાર તેમજ માછીમાર આગેવાનો સાથે ગ્રામ્ય મુલાકાત યોજવામાં આવી હતી.

માછીમારોને શેવાળના ઉછેરથી થનાર લાભોની વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી
આ મુલાકાત દરમિયાન દરિયાઈ શેવાળના ઉછેરથી થનાર લાભોની વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી. માછીમારોને દરિયા કિનારા વિસ્તારમાં શેવાળની ખેતીથી પૂરક રોજગારી મેળવી શકાય તે અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.
દરિયાઈ શેવાળ અંગેના પ્લોટોની રૂબરૂ મુલાકાત તેમજ નિરીક્ષણ
સરકારશ્રીની જુદી જુદી સંસ્થાઓ દ્વારા પ્રાયોગિક ધોરણે દરિયા કિનારાના ક્રિક વિસ્તાર જેમ કે નારાયણ સરોવર, ચવાન ક્રિક, પડાલા ક્રિક તથા જખૌ પોર્ટ ખાતે પ્રાયોગિક ધોરણે ચાલી રહેલા દરિયાઈ શેવાળ અંગેના પ્લોટોની ઉપરોક્ત તમામ વિભાગો તેમજ અન્ય સંસ્થાઓ સાથે રૂબરૂ મુલાકાત તેમજ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
જરૂરી સાધન સામગ્રીના ઉપયોગની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી
જખૌ પોર્ટ દરિયાકિનારે આશરે ૧૬૫ જેટલા માછીમાર ભાઈઓ, બહેનોને સંલગ્ન સંસ્થાઓના તજજ્ઞો દ્વારા દરિયાઈ શેવાળ ઉત્પાદન માટે જરૂરી સાધન સામગ્રીના ઉપયોગની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. માછીમારો દરિયાઈ શેવાળની ખેતી તરફ વળે તે માટે શેવાળ નેટ ટ્યુબનું દરિયામાં પ્રસ્થાપન કરાવીને નિદર્શન કરવામાં આવ્યું હતું.