Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

તમારી હથેળીમાં આ નિશાન હોય તો કરોડપતિ બનતા કોઇ નહીં રોકી શકે

05:13 PM Sep 20, 2024 |

Fish sign in hand palmistry: હથેળીમાં બનતી આડી અને તિરછી રેખાઓ તથા નિશાન વ્યક્તિના જીવન પર ઉંડો પ્રભાવ પાડે છે. હથેળી પર બનેલી નિશાનીઓમાંથી એક છે માછલીનું નિશાન. જાણો હથેળી પર બનતી માછલીના નિશાન અંગેની ખાસ વાતો.

Fish Sign in hand Meaning

ભાગદોડભર્યા જીવનમાં દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે કે તે પૈસાદાર બને. પૈસા કમાવા માટે વ્યક્તિ દિવસ રાત મહેનત કરે છે. જો કે હસ્તરેખામાં ઘણા એવા ચિન્હો કે નિશાન હોય છે જે વ્યક્તિ આર્થિક સદ્ધર બને તેવું દર્શાવતા હોય છે. તેમાંથી એક નિશાન છે માછલીનું. હસ્ત રેખા શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિની હથેળી પર માછલીનું નિશાન હોય છે, તે ભાગ્યશાળી હોય છે. હાથમાં માછલીનું નિશાન ખુબ જ શુભ માનવામાં આવ્યું છે. આ નિશાન જે પર્વત હોય છે તેના અનુસાર ફળ વધે છે. જાણો હથેળી પર માછલીના નિશાન સાથે જોડાયેલી અન્ય ખાસ વાતો…

1. હસ્ત રેખા શાસ્ત્ર અનુસાર ચંદ્ર પર્વત પર માછલીનું નિશાન હોય તો તે વ્યક્તિ ક્રિએટિવ ફિલ્ડમાં ઓળખ બનાવે છે. કહેવામાં આવે છે કે, આવા લોકો ખ્યાતનામ કલાકાર બને છે.

2. સૂર્ય પર્વત પર માછલીનું નિશાન હોય તો તે પ્રસિદ્ધિ તરફ ઇશારો કરે છે. કહે છે કે, જે વ્યક્તિની હથેળીમાં સૂર્ય પર્વત પર માછલીનું નિશાન હોય છે તેવા વ્યક્તિ ખુબ મોટા કામ કરે છે. તેના કારણે તેને ખુબ જ મોટા અને પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રાપ્ત થાય છે.

3. હસ્તરેખા શાસ્ત્ર અનુસાર શનિ પર્વત પર માછલીનું નિશાન શુભ માનવામાં આવે છે. આવી વ્યક્તિ ન્યાયપ્રિય અને ગુણી હોય છે. એવા લોકો અનુશાસનપ્રિય હોય છે.

4. બુધ પર્વત પર માછલીનું નિશાન વ્યક્તિને ધંધાના જગતમાં સફળતા પ્રાપ્ત થાય તેવા સંકેત આપે છે.

5. હસ્તરેખા શાસ્ત્ર અનુસાર શુક્રપર્વત પર માછળીનું નિશાન વ્યક્તિને ગ્લેમર જગતમાં ઓળખ અપાવે છે. માન્યતા અનુસાર તે ખ્યાતનામ સેલેબ્રિટી બને છે.

6. કેતુ પર્વત પર માછળીનું નિશાન વ્યક્તિ ધર્મ કર્મ તરફ વધારે ઝુકાવ હોય છે. એવા લોકો પોતાના દમ પર પૈસા કમાય છે.