Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જામનગર શહેરની એક હોટલમાં ભીષણ આગ, દ્રશ્યો ચોંકાવી દેશે, Video

09:20 PM Apr 14, 2023 | Vipul Pandya
સૌરાષ્ટ્રના ઉત્તર સીમાડે દરિયાકિનારે આવેલા જામનગર શહેરમાં હોટલ એલેન્ટોમાં ગુરુવારે રાત્રે ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે તેની જ્વાળાઓ 5 કિમી. દૂરથી પણ જોઇ શકાતી હતી. ભયાનક આગના વાયરલ થયેલા વિડીયોમાં હોટલમાંથી ભીષણ જ્વાળાઓ નીકળતી જોવા મળી રહી છે. 
આગના કારણે જાનમાલના નુકસાનની માહિતી મળી નથી. વિડીયોમાં હોટલની બહાર પાર્ક કરાયેલા કેટલાક વાહનો બળીને રાખ થઈ ગયા છે. લોકોને બહાર નીકાળવામાં આવી રહ્યા છે. આ ઘટના અંગેની જાણ થતા જ જામનગર પોલીસ પહોંચી હતી. જામનગરના SP પ્રેમસુખ ડેલુએ કહ્યું કે, હોટલમાંથી 27 લોકોને બહાર કાઢી દીધા છે. કોઈને ઈજા થઈ નથી. આગને કાબુમાં લાવવામાં આવી છે અને પરિસ્થિતિ પણ કાબૂમાં આવી છે. અહીં પ્રાથમિક તપાસમાં હોટલમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જણાવવામાં આવ્યું છે. આગે થોડી જ મિનિટોમાં આખી હોટલને લપેટમાં લઇ લીધી હતી. આગના કારણે હોટલમાં ભયનો માહોલ છે. 

આ ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મળી રહેલી માહિતી અનુસાર, આગ પર કાબુ મેળવી લેવાયો છે. આ હોટેલ અલંતો જામનગરના મોતીખાવાડી વિસ્તારમાં આવેલી છે. ફાયર વિભાગ, પોલીસ, એમ્બ્યુલન્સ અને બચાવ ટીમના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. બેરીકેટ્સ લગાવીને લોકોને આગથી દૂર રાખવામાં આવ્યા હતા. જોકે, હવે આગ પર કાબુ મેળવ્યા બાદ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. સમગ્ર ઘટના બનવા પાછળનું કારણ શું છે તેની તપાસ પોલીસે શરૂ કરી દીધી છે.