Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Reborn Story: ‘પહેલે મેં અંજાર મે થી, જહા મેરા નામ પિંજલ થા’ પાલનપુરની દક્ષા કરી રહી છે પુનર્જન્મનું રટણ

04:05 PM Jun 22, 2024 | VIMAL PRAJAPATI

Reborn Story: પુનર્જન્મની વાત તો આપણે ઘણા સમયથી સાંભળતા આવ્યા છીએ, પરંતુ તેમાં કેટલી હકીકત છે તે વિશે ચોક્કસ કઈ કહીં શકાય તેમ નથી. જો કે, હિંદુ ધર્મમાં પુનર્જન્મ (Reborn)ની વાત કહેવામાં આવી છે. આ તો થઈ શાસ્ત્રોની વાત પરંતુ અત્યારે વર્તમાનમાં કોઈ કહે કે, આ મારો પુનર્જન્મ છે તો? જી હા, આવી જ એક ઘટના પાલનપુરમાં બની છે. વિગતે વાત કરવામાં આવે તો, પાલનપુર તાલુકાના ખસા ગામે ગરીબ શ્રમિક પરિવારની બાળકી સ્કૂલે ગયા વગર જ હિન્દીમાં વાત કરતી હોવાથી પરિવાર સહિત ગ્રામજનો પણ અચંબામાં મુકાયા છે. દક્ષા (Daksha)નામની ચાર વર્ષની બાળકીનું કહેવું છે કે, આ તેનો પુનર્જન્મ (Reborn) છે. આ પહેલા તે અંજારમાં હતી, ત્યારે ભૂકંપ આવ્યો અને ધાબાનો સ્લેબ તેના પર પડતા મરી ગઈ હોવાનું પણ જણાવે છે.

દક્ષા જે પણ કઈ બોલે તે હિન્દીમાં જ બોલવા લાગી

પાલનપુર તાલુકાનું ખસા ગામ અગાઉ ભારતભરમાં હાથ વણાટની ચાદરો, પછેડીયો અને રૂમાલના કારણે પ્રખ્યાત હતું. હવે ફરીથી ચાર વર્ષની બાળકી પુનર્જન્મની વાતો હિન્દીમાં કરતા ગામ ફરીથી પ્રખ્યાત બન્યું છે. ખસા ગામે સરપંચ વાલજીભાઈ પટેલના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા ગામના જેતાજી ઠાકોરને સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ છે. જેમાં સૌથી નાની ચાર વર્ષની બાળકી દક્ષા બોલતા શીખી ત્યારથી હિન્દીમાં બોલવા લાગી હતી. તેને કંઈ પણ જોઈએ તો હિન્દીમાં જ બોલતી હતી. જેમકે પાણી જોઈએ તો ‘મા મુજે પાની દે’ જોકે તેની માતા ગીતાબેન અભણ હોય તેઓને કંઈ ગતાગમ પડતી નથી.

દક્ષા હિન્દી બોલવા લાગતા સૌ અચંબામાં મુકાયા

આ પરિવારમાં પણ તે હિન્દી બોલતી હોય દક્ષા લવારા કરે છે તેમ કહી કોઈએ તરફ ધ્યાન આપ્યું ન હતું. સ્કૂલે ગયા વગર કોઈપણ પ્રકારના ટીવી સિનેમા કે સોશિયલ મીડિયાના માધ્યમ જોયા વગર પણ તેમ જ આજુબાજુ કોઈ પ્રકારનો હિન્દીનો માહોલ ન હોવા છતાં દક્ષા હિન્દી બોલવા લાગતા સૌ અચંબામાં મુકાયા છે. તેની પૂછપરછ કરતા ભગવાને તેણે અહીં મોકલી છે, અને તે અંજારમાં હતી. તેના માતા પિતા પણ અંજારમાં હતા અને ભૂકંપ વખતે ધાબુ પડતા તે મરી ગઈ હોવાનું પણ રટણ કરે છે. પુનર્જનમની વાતોથી તેમજ સાંકડું હિન્દી બોલતી દક્ષા અંગ્રેજી માધ્યમમાં ભણી સૈન્યમાં જોડાઈ દુશ્મનોને નાની યાદ કરાવી દેવાના સપના જોઈ રહી છે.

દક્ષાની માતા ગીતાબેન અને દક્ષા

અહીં તેનો પૂર્નજન્મ થયો હોય તેવું રટણ કરતીઃ પિતા

આ મામલે દક્ષાના પિતા જેમલજી ઠાકોરે પણ અમારી સાથે વાત કરી હતી. તેમણે અમારી સાથે વાત કરતા કહ્યું કે, ‘મારી દીકરી હિન્દીમા વાત કરતી જેથી અમને અલગ લાગતું પણ જેમ જેમ તે વાત કરે છે. પરંતુ જ્યારે તમે પુનર્જન્મમાં અંજારમાં હતી અને ત્યારે ભૂકંપ દરમિયાન તેનું મોત થયું હતું. આ અહીં તેનો પૂર્નજન્મ થયો હોય તેવું રટણ કરતી હતી. જેથી અમે તેની વાતને સાચી માની અમેં પણ અચૂબામાં મુકાઈ ગયા છીએ.’

જેમલજી ઠાકોર, દીકરીના પિતા

મારી દીકરી ત્રણ વર્ષની છે જે હિન્દી બોલે છેઃ માતા

પોતાની દીકરી દક્ષા વિશે અમારી સાથે વાત કરતા ગીતાબેને કહ્યું કે, ‘મારી દીકરી ત્રણ વર્ષની છે જે હિન્દી બોલે છે, પણ હું અભણ હોવાથી મને કંઈ ખબર પડતી ન હતી. તે એવું રક્ષણ કરતી હતી કે હું અંજારમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે હું ત્યાં મરી ગઈ હતી. તમારા ત્યાં પૂનર્જન્મ લીધો છે, જેથી અમે સૌ લોકો ચકિત થઈ ગયા છીએ. મારી દીકરી હિન્દીમાં વાત કરે છે જેથી અમને કંઈ ખબર પડતી નથી.’

અહેવાલઃ સચિન શેખલીયા, બનાસકાંઠા

આ પણ વાંચો: Gujarat: ઊંઝાના વેપારીને આંતરરાષ્ટ્રીય વેપાર કરવો પડ્યો મોંઘો, રૂ.1.40 કરોડની થઈ ઠગાઇ

આ પણ વાંચો: Gujarat: સાધુઓની લંપટ લીલાઓ પર ચુપ્પી અને બ્રેઈનવોશની વાત ખટકી, સ્વામિનારાયણ સંપ્રદાયે આપ્યો જવાબ

આ પણ વાંચો: Gujarat: રાજ્યની 4 સરકારી સહિત 6 ખાનગી યુનિવર્સિટીઓને UGC એ ડિફોલ્ટર જાહેર કરી