Film : ‘એના વાવટામાં વટ, વચન અને વેર ફરકતા હોય… એની જાળમાં જંગ, ઝંખના,ઝનૂન, ઝબકતા હોય, ભલે પછી મઝધારે ગમે તેવા મોજા ઉછળતા હોય, વાટ જોવાય એની, કિનારે હૈયા ધબકતા હોય….‘
સમંદરનો સ્ટારકાસ્ટ આજે ગુજરાત ફર્સ્ટના મંચ પર
film : ઉપર લખાયેલો ડાયલોગ્સ સાંભળીને જ તમારા રુંવાડા ઉભા થઇ જશે કારણ કે ગુજરાતી ફિલ્મ (Gujarati film ) ઇન્ડસ્ટ્રીઝમાં નવા જ પ્રકારના વિષય સાથે એક એવી ફિલ્મ આવી રહી છે જે નિહાળતાં જ તમને કંઇક નવી જ અનૂભુતિ થશે. આ ફિલ્મ છે..સમંદર… સમંદરનું પહેલું મોજુ આજે ગુજરાતની લોકપ્રિય ચેનલ ગુજરાત ફર્સ્ટમાં આવ્યું હતું. જેનું ટિઝર અને સોંગ આજે ગુજરાત ફર્સ્ટના મંચ પરથી રિલીઝ થયું છે તે ફિલ્મ સમંદરનો સ્ટારકાસ્ટ આજે ગુજરાત ફર્સ્ટના મંચ પર હતો. ટિઝર જોતાં જ સહુ બોલી ઉઠ્યા હતા કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સમંદર નવો ચિલો ચાતરશે.
કેપી એન્ડ યુડી મોશન પિક્ચર પ્રોડક્શન હાઉસ દ્વારા નિર્માણ
કેપી એન્ડ યુડી મોશન પિક્ચર પ્રોડક્શન હાઉસ દ્વારા આ અદભૂત અને રોમાંચિત કરી દે તેવી ફિલ્મનું નિર્માણ થયું છે. ફિલ્મના પ્રોડ્યુસર કલ્પેશભાઇ પલાણ અને ઉદય શેખવા છે જ્યારે ફિલ્મને ડિરેક્ટ કરી છે વિશાલભાઇ વડવાળાએ. ફિલ્મને સંગીત પીરસ્યું છે જાણીતા સંગીતકાર કેદાર ભાર્ગવે…ફિલ્મના લેખત સ્વપ્નીલ મહેતા છે અને આ ફિલ્મમાં જાણીતા અભિનેતાઓ મયુર ચૌહાણ માઇકલ અને જગજીતસિંહ વાઢેરે દર્શકો ખુશ થઇ જાય તેવો અભિનય કર્યો છે.
ખુબ રોમાંચિત કરી દે તેવી ફિલ્મ
ફિલ્મનું ટિઝર જોતાં જ તમને ડાયલોગ સંભળાશે કે એના વાવટામાં વટ, વચન અને વેર ફરકતા હોય… એની જાળમાં જંગ, ઝંખના,જનૂન, ઝબકતા હોય, ભલે પછી મઝધારે ગમે તેવા મોજા ઉછળતા હોય, વાટ જોવાય એની, કિનારે હૈયા ધબકતા હોય….અને ત્યારબાદ દરિયો, દરિયા કિનારો, બે દોસ્તોની વાર્તા અને તેની આસપાસ ગુંથાયેલી વારતાનો અંદાજ આવી શકે છે પણ ફિલ્મ ખુબ રોમાંચિત કરી દે તેવી છે અને તે માટે તમારે થિયેટર સુધી જવું જ પડશે.
આ દરિયો કોનો..આપણા બાપનો….
ગુજરાત ફર્સ્ટના સ્ટુડીઓમાં આજે સમંદર ફિલ્મની સ્ટારકાસ્ટ ઉપસ્થિત હતી. ફિલ્મનું ટિઝર જોતાં જ તમને લાગશે કે ગુજરાતી ફિલ્મમાં કંઇક નવો પ્રયોગ થયો છે. ફિલ્મમાં ઉદય અને સલમાનની દોસ્તીની વાર્તા છે…જ્યાં બંને દોસ્તો વચ્ચે એક સંવાદ છે….આ દરિયો કોનો..આપણા બાપનો….
અમે બંને મિત્રો દોસ્તીનું વહાણ લઇને સમંદર ખેડવા નિકળ્યા છીએ
ગુજરાત ફર્સ્ટમાં ફિલ્મનું પહેલું સોંગ માર હલેસા..રિલીઝ
સમંદર ફિલ્મના ડિરેક્ટર વિશાલભાઇએ કહ્યું કે ફિલ્મમાં શું છે તે જાણવા તમારે 26 એપ્રીલ સુધી રાહ જોવી પડશે…અમે આજે ગુજરાત ફર્સ્ટમાં ફિલ્મનું પહેલું સોંગ માર હલેસા..રિલીઝ કરવા જઇ રહ્યા છીએ….
ક્યારેક વાર્તા જ પોતાનું સંગીત સુઝાડતી હોય છે
ફિલ્મના સંગીતકાર કેદારભાઇએ કહ્યું કે ફિલ્મનું માર હલેસા..ગીત ખુબ જ સ્પેશયલ છે. ગીત જ્યારે જોશો અને સાંભળશો ત્યારે તમને તેનો બીજો અર્થ પણ જોવા મળશે. જ્યારે ફિલ્મ વાર્તા સ્વરુપે ન હતી ત્યારે જ આ ગીત મને સ્ફુર્યું હતું. ક્યારેક વાર્તા જ પોતાનું સંગીત સુઝાડતી હોય છે અને અમે ખાસ કરીને વાર્તા સાંભળીને જે સુઝે તે પ્રમાણે ગીતની રચના કરીએ છીએ..આ ગીત અને તેની પ્રોસેસ ખુબ જ સુંદર રહી છે જેથી અમે ખુબ જ રોમાંચિત છીએ..
ફિલ્મની પ્રોસેસ બહું રસપ્રદ
ફિલ્મના સંગીતકાર ભાર્ગવભાઇએ પણ કહ્યું કે આ ફિલ્મની પ્રોસેસ બહું રસપ્રદ હતી. અમે બધા મિત્રો પરિવાર તરીકે એકબીજાની ફેઇથ પર ચાલ્યા હતા. માર હલેસા સોંગ મેઇલ ડ્યુએટ છે. જે બહુ ઓછું જોવા મળે છે. ફિલ્મની ઓડિયો વિડીયો પ્રોસેસ સારી છે.
ચા ની ટપરી પર મે સૌથી પહેલા સમંદર ફિલ્મની વાર્તા સંભળાવી
ફિલ્મના લેખક સ્વપ્નીલ મહેતાએ કહ્યું કે ચા ની ટપરી પર મે સૌથી પહેલા સમંદર ફિલ્મની વાર્તા સંભળાવી હતી. મુળભૂત રીતે ફિલ્મમાં સમંદરની વાત છે, મિત્રતાની વાત છે, દરિયો અને દરિયા કિનારાની વાત છે…ક્રાઇમ અને પોલિટીક્સ તથા માછીમારો પણ તમને ફિલ્મમાં જોવા મળશે. ટૂંકમાં કહું તો ફિલ્મમાં જીગર, જલસો અને જમાવટ છે….
મિત્રતાનો એલિમેન્ટ અમે દરિયા કિનારે લઇ ગયા છીએ
ફિલ્મના અભિનેતા મયુર ચૌહાણ માઇકલે કહ્યું કે સૌથી મોટી મુડી છે કોઇનો ભરોસો..ઉદય અને સલમાનની અંદર મિત્રતા છે તે એકબીજા માટે કંઇ પણ કરી શકે છે. આપણો એક ખાસ મિત્ર અચૂક હોય છે. એ મિત્રતાનો એલિમેન્ટ અમે દરિયા કિનારે લઇ ગયા છીએ. કેવા વળાંકો આવે છે તેની વાત છે આ ફિલ્મમાં. મે તો સ્ક્રીપ્ટ પણ વાંચી નથી પણ વિશાલ એવો ફિલ્મ મેકર છે કે જેની પર મારો ખુબ ભરોસો છે. ગુજરાતમાં સારા મેકર્સ ઓછા છે પણ મે તેમની સાથે કામ કર્યું છે.
ફિલ્મમાં ઉદય સલમાનની દોસ્તી પણ લોકોને ગમશે
જગજીતસિંહ વાઢેરે ફિલ્મમાં સલમાનનું પાત્ર ભજવ્યું છે. તેમણે કહ્યું કે ફિલ્મમાં દરિયા અને કિનારાનો સંબંધ છે, તે મારા માટે દોસ્તી છે. વધારે જાણવું હોય તો આ ફિલ્મ જોવી જોઇએ…મારી ફિલ્મ વિઠ્ઠલ તીડી લોકોને બહુ ગમી હતી જેમાં પણ બે દોસ્તોની વાત હતી અને આ ફિલ્મમાં ઉદય સલમાનની દોસ્તી પણ લોકોને ગમશે. ભલે એમ કહેવાતું હોય કે પહેલો સગો પાડોશી પણ મારા માટે પહેલો સગો મારો ભાઇબંધ છે.
અમને ગાવામાં જેવી મજા આવી છે તેવી જ મજા લોકોને પણ આવશે
આ ફિલ્મનું ગીત માર હલેસા…આજે ગુજરાત ફર્સ્ટના મંચ પર રિલીઝ થયું હતું. માર હલેસા ગીત ટૂંકા ગાળામાં જ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે. આ ગીતના ગાયક આદિત્ય ગઢવીએ કહ્યું કે ગીતમાં નવો પ્રયોગ થયો છે. ગુજરાત ફર્સ્ટના માધ્યમથી તમને પહેલીવાર ગીત વિશે જાણવા મળશે. મે અને જાણીતા ગાયક નતાશ અઝીઝે આ ગીત ગાયું છે અને મને બહુ મજા આવી. આશા છે કે અમને ગાવામાં જેવી મજા આવી છે તેવી જ મજા લોકોને પણ આવશે. ગીત દોસ્તીની વાત છે. 2 મિત્રોની વાત છે.
ગુજરાતી ફિલ્મોને પ્રાધાન્ય મળે તેવા પ્રયાસ
આજે ગુજરાત ફર્સ્ટના મંચ પર સમંદર ફિલ્મનું લોકપ્રિય ગીત માર હલેસા..રિલીઝ કરવામાં આવ્યું હતું. ગુજરાત ફર્સ્ટના એમ.ડી જસ્મીન પટેલે માર હલેસા ગીત રિલીઝ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડો.વિવેકકુમાર ભટ્ટે કહ્યું કે સમંદરની સ્ટારકાસ્ટને ખુબ ખુબ અભિનંદન છે કે તેમણે જબરજસ્ત ફિલ્મ બનાવી છે. આજે ગુજરાત ફર્સ્ટના મંચ પર ગીત રિલીઝ થયું છે. કેદાર ભાર્ગવે ખુબ સારુ ગીત બનાવ્યું છે. ગુજરાત ફર્સ્ટના મંચ પર આ ગીત એટલે રીલીઝ કર્યું છે કે કારણ કે ગુજરાતી ફિલ્મોન પ્રાધાન્ય મળે. લોકો બહાર નીકળી થિયેટરમાં જઇને આ ફિલ્મ જુવે અને સ્ટારકાસ્ટની મહેનતને બિરદાવે. ફિલ્મનું ટ્રેલર જોઇએ તો બોલીવુડની ફિલીંગ આવે છે. કલ્પેશભાઇ અને તેમના ભાગીદારને ખાસ અભિનંદન છે. આ યંગ એઝમાં તેમણે આ પહેલું પગલું ભર્યું છે. ફિલ્મનો કન્ટેટ જોરદાર છે જેથી સહુને આશા છે કે ફિલ્મ હિટ છે.
સમંદર ફિલ્મની સ્ટાર કાસ્ટ
પ્રોડક્શન હાઉસ-કેપી એન્ડ યુડી મોશન પિક્ચર
પ્રોડ્યુસર–કલ્પેશ ભાઇ પલાણ અને ઉદય શેખવા
ડિરેક્ટર–વિશાલભાઇ વડવાલા
લેખક–સ્વપ્નીલ મહેતા
સંગીતકાર–કેદાર ભાર્ગવ
અભિનેતા–જગજીતસિંહ વાઢેર
અભિનેતા–મયુર ચૌહણ માઇકલ
આ પણ વાંચો—–SHAITAAN: અજય દેવગન અને R માધવનની ફિલ્મ ‘શૈતાન’નું ટ્રેલર રિલીઝ, સિક્વલ અંગે નિર્માતાએ કહી આ વાત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ