Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Police જુગાર પકડવાના બદલે હવે ખૂદ રમાડી લાખો-કરોડો કમાય છે

01:45 PM Jul 01, 2024 | Bankim Patel

Police : જુગાર સાથે પોલીસનો નાતો દસકો પૂરાણો છે.  Police અમદાવાદની હોય કે રાજ્યના અન્ય શહેર-જિલ્લાની જુગારના કેસમાં અચૂક તોડ કે ખેલ રચે છે અને તે જગજાહેર છે. પીઆઈ તરલ ભટ્ટ (PI Taral Bhatt) ની જેમ કેટ-કેટલાંય પોલીસ અધિકારી-કર્મચારીઓ ક્રિકેટ સટ્ટા બેટિંગ (Cricket Betting) ના મામલામાં લાખો-કરોડોની કાળી કમાણી કરી ચૂક્યાં છે અને મોકા અનુસાર કરી રહ્યાં છે. હવે વાત તેનાથી પણ આગળ વધી છે અને પોલીસ જ જુગારના આઈડી (Gambling ID) વેચી રહી છે. હજી સુધી Ahmedabad City Police ના ચોપડે નહીં આવેલી એક ઘટનામાં આવી જ ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેમાં પોલીસ અને લુખ્ખા તત્વોની ધમકી-ઉઘરાણીએ એક પરિવારને કફોડી સ્થિતિમાં મૂકી દીધો છે.

શું છે સમગ્ર મામલો ?

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના છેવાડે રહેતા અને સરકારી નોકરી કરતા એક યુવકનો ગુજરાત પોલીસ (Gujarat Police) માં ફરજ બજાવતા પોલીસ કર્મચારી સાથે સંપર્ક થાય છે. જમીનના એક કામને લઈને 6 મહિના અગાઉ પરિચયમાં આવેલા પોલીસવાળાએ યુવક સાથે મિત્રતા કરી લીધી. જુગાર રમવાના શોખીન યુવકને પોલીસવાળો ત્રણેક સપ્તાહ અગાઉ પોકર-કેસિનો (Poker Casino) રમવાનું એક Online Gambling આઈડી આપે લાખો કમાવવાની લાલચ આપે છે. શરૂઆતમાં લાખો રૂપિયા જીતનારો યુવક પછીના સોદાઓમાં ધોવાઈ જાય છે અને 1.30 કરોડ રૂપિયા હારે છે. 1 કરોડ 30 લાખ જેટલી રકમ વસૂલવા માટે અમદાવાદ શહેર Police અને IPS અધિકારીઓ સાથે સાંઠગાંઠ ધરાવતી એક કિડની ગેંગ (Kidney Gang) ના લુખ્ખાઓ યુવકના ઘરે ધસી જાય છે અને ગાળો-ધમકી આપી પરિવારને ડરાવે છે. યુવક તેના પોલીસ કૉન્સ્ટેબલ મિત્રને દરમિયાનગીરી કરવા ઘરે બોલાવે છે. ત્યારબાદ કૉન્સ્ટેબલની “કૃપા” થી બાકી ઉઘરાણી પેટે યુવક પાસેથી 4.50 કરોડનો અને યુવકની પત્ની પાસે 1.50 કરોડનો એમ બે ચેક લખાવી લેવાય છે. આ ઉપરાંત યુવકને જામીન પેટે તેનો પાસપોર્ટ (Passport) આપવાની ફરજ પાડવામાં આવે છે. આ ઘટના બાદ યુવકને અહેસાસ થાય છે કે, તે કૉન્સ્ટેબલે બિછાવેલી જાળમાં આબાદ સપડાઈ ગયો છે.

PI ના પોસ્ટિંગ કરાવનારા કૉન્સ્ટેબલની ભૂમિકા

અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓનો વહીવટ કરતો કૉન્સ્ટેબલ સમગ્ર કાંડનો સૂત્રધાર હોવાનું સામે આવી રહ્યું છે. Ahmedabad City Police માં વહીવટદારની ભૂમિકા નિભાવી ચૂકેલો અને હાલમાં બેનંબરી ધંધાવાળાઓને જરૂરી રક્ષણ પૂરું પાડતો કૉન્સ્ટેબલ ભ્રષ્ટાચારના મામલાને લઈને હાલ પાડોશી જિલ્લામાં ફરજ બજાવે છે. અમદાવાદમાં નામચીન વહીવટદાર તરીકે પંકાયેલી જોડી ભૂતકાળમાં પોલીસ કમિશનર થકી (CP Ahmedabad) પૂર્વ અમદાવાદમાં પોલીસ ઈન્સ્પેક્ટરોના પોસ્ટીંગ પણ કરાવી ચૂકી છે.

સવા કરોડની હાર વસૂલાત 6 કરોડની

કિડની ગેંગ અને કૉન્સ્ટેબલે યુવકને ડરાવી-ધમકાવી 6 કરોડની રકમના બે ચેક અને પાસપોર્ટ પડાવી લીધા છે. સવા કરોડ રૂપિયાની હાર સામે 6 કરોડ રૂપિયાના ચેક બળજબરીપૂર્વક લખાવી લેવા પાછળ કિડની ગેંગ અને કૉન્સ્ટેબલની મુખ્ય ભૂમિકા હોવાની વાત સામે આવી છે. કરોડો રૂપિયાની રકમ તાત્કાલિક ચૂકવી નહીં શકવાની ક્ષમતા હોવાની કાકલૂદી બાદ પણ કૉન્સ્ટેબલ સહિતની ગુંડા ટોળકી માનવા તૈયાર નથી અને પોલીસ પાસે જશો તો જોવા જેવી થશે તેવી ધમકીઓ આપે છે.

ભોગ બનનાર કેમ ડરે છે ?

સરકારી નોકરી અને પરિવારને નુકસાન ના થાય તે માટે ભોગ બનનાર ગુંડા ટોળકીથી ડરી રહ્યો છે. IPS અધિકારીઓથી લઈને વહીવટદારોની કાળી કમાણીના ગુણાકાર કરી આપનારો કુખ્યાત વ્યાજખોર આ મામલામાં સામેલ છે. વ્યાજખોર ભૂતકાળમાં પણ અનેક મામલાઓમાં સંડોવાયેલો છે અને પોલીસ ચોપડે પણ ચઢી ચૂક્યો છે. જો કે, ઉચ્ચ IPS Officers ની મહેરબાનીથી તે અપહરણ અને બેનંબરી ઉઘરાણીના અનેક કારનામાઓને અંજામ આપી ચૂક્યો છે. જીતુ નામનો એક સમયનો મોટા ગજાનો બુકી (Big Bookie) હાલ કુખ્યાત શખ્સ સાથે મળીને વ્યાજખોરીનો કારોબાર પોલીસના આર્શીવાદથી કરી રહ્યાં છે.

આ પણ  વાંચો  – Nirlipt Rai : નિર્લિપ્ત રાયની ટીમ SMC માં ભ્રષ્ટાચાર ?

આ પણ  વાંચો  – Mahesana : નિર્લિપ્ત રાયની SMC ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓ પર ત્રાટકી

આ પણ  વાંચો  Kutch : પોલીસકર્મીઓ પર કાર ચઢાવી હત્યાના પ્રયાસ મામલે બુટલેગર, મહિલા કોન્સ્ટેબલની ધરપકડ