SMC Raid : ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે અને તેના પૂરાવાઓ SMC Raid માં મળી આવ્યા છે. છેલ્લાં બે દિવસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ત્રાટકી રૂપિયા 1 કરોડ 78 લાખનો વિદેશી દારૂ (IMFL) તેમજ રૂપિયા 1.38 કરોડના વાહનો જપ્ત કર્યા છે. બુટલેગરો પાસેથી મળતા લાખો-કરોડો રૂપિયાના હપ્તા માટે જિલ્લા પોલીસ વડા (DSP) સહિતના ઉચ્ચ અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યાં છે અને આ વાત જગજાહેર છે.
મહિનાઓથી ગોડાઉનમાં ચાલતું હતું દારૂનું કટીંગ મોરબી જિલ્લા પોલીસ (Morbi Police) ની મહેરબાનીથી ચાલતા વિદેશી દારૂના ગોડાઉનમાં કટીંગ સમયે એસએમસીએ દરોડો (SMC Raid) પાડ્યો હતો. એસએમસીના પીએસઆઈ એચ. એચ. જાડેજા (PSI H H Jadeja) તેમજ તેમની ટીમને મળી આવેલો થોકબંધ વિદેશી દારૂનો જથ્થો અને મુદ્દામાલ ગણતા કલાકો થયા હતા. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન (Morbi Taluka Police Station) ની હદમાં આવેલા મોરબી-વાંકાનેર હાઈવે પરના લાલપુર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં અમદાવાદના બુટલેગર જીમિત શંકરભાઈ પટેલે ગત નવેમ્બર મહિનાની શરૂઆતમાં 90 હજાર રૂપિયાના ભાડાથી ભવાનસિંહ જાડેજાનું ગોડાઉન રાખ્યું હતું. SMC Raid માં જુદીજુદી બ્રાન્ડની કુલ 61,152 IMFL બોટલ (કિંમત 1.51 કરોડ)ની મળી આવી છે. Team SMC એ સ્થળ પરથી 10 આરોપીઓને ઝડપી લઈ 7 વાહનો, 10 મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા 2.50 લાખ કબજે કર્યા છે. જ્યારે લિસ્ટેડ બુટલેગર જીમિત પટેલ સહિત 11 આરોપીઓને ફરાર જાહેર કર્યા છે. અત્રે નોંધનીય છે કે, SMC Raid કરી ગત મહિને મોરબી પોલીસની ભાગીદારીથી ચાલતા પેટ્રોલ-ડીઝલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.આ પણ વાંચો – POLITICS: પાસવાન અને સોરેન સહિત દેશના આ 5 રાજકીય પરિવારમાં કકળાટનો કોને ફાયદો?
આ પણ વાંચો – Mahesana : 200 રૂપિયાની લાંચમાં ખાખી ટોળકી ઝડપાઈ
આ પણ વાંચો – BY-ELECTION : 5 બેઠકોની પેટા ચૂંટણીમાં આ રહ્યા BJP-CONGRESS ના મુરતિયા