Tharad : “ન ભૂતો ન ભવિષ્યતિ” જેવી ઘટનાએ જૈન સમાજને હચમચાવી દીધો છે. જૈન મહારાજ સાહેબ તેમના અનુયાયીઓ સાથે બનાસકાંઠા જિલ્લા (Banaskanth District) ના થરાદ (Tharad) ખાતે વિહાર કરી રહ્યાં હતા ત્યારે બનેલી ઘટનાએ સમાજને શર્મસાર કર્યો છે. Tharad થી 14 કિમીના અંતરે આવેલા એક ગામે દેરાસરનો જીર્ણોદ્ધારનો કાર્યક્રમ હતો. ગત 22 ફેબ્રુઆરીના ભગવાન મહાવીર સ્વામી (Bhagwan Mahavir Swami) ની પ્રતિમાને અંજનશલાકા કયા મહારાજ સાહેબ કરશે તેને લઈને બે તિથિ અને ત્રિસ્તુતિક વચ્ચે વિવાદ હતો. અંજનશલાકા સહિતનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પણ આ વિવાદને નહીં ભૂલેલા કેટલાંક તત્વોએ પૂર્વઆયોજીત કાવતરૂં રચીને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. શું છે સમગ્ર ઘટના વાંચો આ અહેવાલમાં…
ભગવાન મહાવીર અહિંસાના જીવતા જાગતા પ્રતીક જૈન ધર્મ અહિંસાના માર્ગ પર ચાલવાની શિક્ષા આપે છે. મહાવીર સ્વામી આ ધર્મના ૨૪મા તીર્થંકર હતા અને પ્રથમ તીર્થંકર તરીકે આદેશ્વર ભગવાન (Adeshwar Bhagwan) ની ગણના થાય છે. આશરે ૨૬૦૦ વર્ષ પહેલા જન્મેલા ભગવાન મહાવીર સ્વામી અહિંસાના જીવતા જાગતા પ્રતીક હતા. જૈન ધર્મના 5 અનુરત્નો સત્ય, અહિંસા, અપરિગ્રહ, અસ્તેય અને બ્રહ્મચર્ય છે. કેમ વકર્યો વિવાદ ? થરાદ (Tharad) પાસે આવેલા જેતડા ગામે (Jetda) 45 વર્ષ પહેલાં દેરાસર બનાવાયું હતું. વાસ્તુના કારણે દેરાસરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. જેતડા ગામે બે તિથિ અને ત્રિસ્તુતિક (Tristutik Jain Sangh) એમ બંને સંઘમાં માનનારા પરિવારો રહે છે. દેરાસરના જીર્ણોદ્ધાર બાદ ભગવાન મહાવીર સ્વામીની 2500 વર્ષ જુની પ્રતિમાને અંજનશલાકા (Anjanashalaka) કરવા માટે બે તિથિ ગચ્છના કીર્તિયશસુરીશ્વરજી મહારાજ સાહેબને નિમંત્રિત કરાયા હતા. ગત 22 ફેબ્રુઆરીએ યોજાનારા કાર્યક્રમ અગાઉ બંને ગચ્છ વચ્ચે સોશિયલ મીડિયા તેમજ પોસ્ટર વૉર (Poster War) ચાલ્યું હતું. મામલો થરાદ પોલીસ સ્ટેશન (Tharad Police Station) સુધી પહોંચ્યો હતો. આ વિવાદને લઈને થરાદ પોલીસને જેતડા ગામે કાયદો અને વ્યવસ્થા (Law & Order) ની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી.આ પણ વાંચો – THARAD : વિવાદ સવા બસ્સો કિમી દૂરનો, ફરિયાદ અમદાવાદમાં નોંધાઈ
આ પણ વાંચો -MUNDRA ADANI PORT : 1 લાખની લાંચ લેતા કસ્ટમના બે અધિકારી સહિત 3 ઝડપાયા