Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કેનેડાની કૂટનીતિ! ગુગલમાં કામ કરી ચૂકેલો ભારતીય નોકરી માટે વલખા મારી રહ્યો

05:54 PM Sep 20, 2024 |
  • Canada એ ભારતીય નોકરીઓના અનુભવ અમાન્ય ગણાવ્યા
  • Google ની સંસ્થામાં 3 વર્ષ સુધી કામ કરવાના અનુભવ છે
  • Video ને અત્યાર સુધીમાં 2.5 લાખ લોકોએ નીહાળ્યો છે

Former Google Employee Claims : હાલમાં, મોટાભાગના ભારતીય યુવાનો શિક્ષણ અને વ્યવસાયિક ધોરણે સઘ્ઘરતા પ્રાપ્ત કરવા માટે વિદેશમાં જઈ રહ્યા છે. પરંતુ ઘણીવાર આ નિર્ણય યુવાનોને મુશ્કેલીમાં મૂકી શકે છે. કારણ કે… વિદેશમાં સૌથી વધુ પડકારદાયક કામ નોકરી મેળવવાની સાથે સંઘર્ષ કરવાનો છે. જોકે વિદેશમાં ભારતીયોને રોજગારી મેળવવામાં મુશ્કેલી આવતી હોય છે, તેને પુરવાર કરતી અનેક ઘટનાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. ત્યારે ફરી એકવાર આવી જ એક ઘટનાનો Video સામે આવ્યો છે.

Canada એ ભારતીય નોકરીઓના અનુભવ અમાન્ય ગણાવ્યા

જોકે ભારતમાંથી રોજગારી અને શિક્ષણ માટે સૌથી વધુ યુવાનો Canada માં જતા હોય છે. પરંતુ Canada માં ભારતીયોનું પ્રમાણ વધી રહ્યું છે. તેના કારણે હાલના સમયમાં Canada જવા માગતા વ્યક્તિઓના વિસા પણ માંડામાંડ મળતા હોય છે. બીજી તરફ જો વિસા મળી જાય અને Canada પહોંચી ગયા બાદ પણ સંઘર્ષના દિવસો વધારે પડતા મુશ્કેલી ભરેલા શરું થાય છે. કારણ કે… Canada માં ભારતીયોનું પ્રમાણ વધુ હોવાને કારણે હવે, તેમને રોજગારીમાં પણ કટોતીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર Google માં કામ કરી ચૂકેલા એક ભારતીય યુવાનનો Video વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Supreme Court ની યુ ટ્યૂબ ચેનલ થઈ હેક, ક્રિપ્ટોકરન્સી xrp ના વીડિયો…

Google ની સંસ્થામાં 3 વર્ષ સુધી કામ કરવાના અનુભવ છે

ભારતીય યુવક Video માં જણાવે છે કે, મારી પાસે ભારતમાં આવેલી Google ની સંસ્થામાં 3 વર્ષ સુધી કામ કરવાના અનુભવ છે. તેમ છતાં મને Canada ની અંદર યોગ્ય રોજગારી મળતી નથી. અને મને જે રોજગારી મળી રહે છે, તેમાં દિવસો પસાર કરવા ઘણા મુશ્કેલી ભરેલા હોય છે. Canada માં રોજગારી માટે સંસ્થા સૌ પ્રથમ સ્થાનિક લોકોને તક આપે છે. તેના કારણે લાયકાત ધરાવતા ભારતીયો Canadaમાં બેરોજગારીનો સામનો કરે છે. મને નોકરી ના મળતા મારા રીસ્યૂમમાં પણ મેં Google નો અનુભવ નીકાળી દીધો છે. શક્ય છે કે, આ કર્યા પછી મને યોગ્ય નોકરી મળે.

Video ને અત્યાર સુધીમાં 2.5 લાખ લોકોએ નીહાળ્યો છે

ત્યારે આ Video સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. આ Video ને અત્યાર સુધીમાં 2.5 લાખ લોકોએ નીહાળ્યો છે. તો આ Video ને @salaryscale દ્રારા શેર કરવામાં આવ્યો છે. આ Video ના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, શું ભારતીય રોજગારીનો અનુભવ યોગ્ય નથી, Google માં કામ કરવાનો અનુભવ પણ કંપનીવાળા અમાન્ય ગણાવે છે? ત્યારે આ Video પર લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. તે ઉપરાંત આ Video ના કોમેન્ટ સેક્શનમાં પણ હાજારો લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પણ વાંચો: સાપ્તાહિક આટલી વાર સેક્સ કરવાથી મહિલાઓની ઉંમર વધે છે, વૈજ્ઞાનિકોએ…