+

કાલુપુર રેલ્વે સ્ટેશન પર આજથી ઇલેક્ટ્રિક કાર ભાડે મળશે

રાજ્ય સરકારે તાજેતરમાં ઇલેક્ટ્રિક વાહનોનો વપરાશ વધારવા માટે નવી પોલિસી જાહેર કરી છે. મહત્વનું છે કે લોકો પર્યાવરણની જાળવણી માટે ઇ- વ્હીકલમાં સારો રસ દાખવી રહ્યાં છે. પણ શહેરમાં ઇ-વ્હીકલના ચાર્જીંગ સ્ટેશનનો  હજુ અભાવ છે. જે માટે  આજે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ સ્ટેશન ખુલ્લું મુકાયું છે.આ ચાર્જિંગ સ્ટેશન પર વાહનનું 100 ટકા ચાર્જિંગ થતા 2 કલાકનો સમય à
રાજ્ય સરકારે તાજેતરમાં ઇલેક્ટ્રિક વાહનોનો વપરાશ વધારવા માટે નવી પોલિસી જાહેર કરી છે. મહત્વનું છે કે લોકો પર્યાવરણની જાળવણી માટે ઇ- વ્હીકલમાં સારો રસ દાખવી રહ્યાં છે. પણ શહેરમાં ઇ-વ્હીકલના ચાર્જીંગ સ્ટેશનનો  હજુ અભાવ છે. જે માટે  આજે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ સ્ટેશન ખુલ્લું મુકાયું છે.આ ચાર્જિંગ સ્ટેશન પર વાહનનું 100 ટકા ચાર્જિંગ થતા 2 કલાકનો સમય લાગશે. હાલમાં એક વાહન ચાર્જ કરવા 1 યુનિટના 16 રૂપિયા ભાવ નક્કી કરાયો છે.   
પ્રારંભિક તબક્કે  એક સાથે  4 વાહનો સંપૂર્ણ ચાર્જ કરી શકવાની સુવિધા
ઇલેક્ટ્રિક વાહનનો ભવિષ્યમાં વધતાં ઉપયોગને જોતાં કાલુપુર રેલવે સ્ટેશન પર આ ચાર્જિંગ પોઈન્ટ અને પાર્કિંગ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. શહેર પોલીસ કમિશ્નર અને અમદાવાદ DRM દ્વારા આજે તેનો  શુભારંભ થયો હતો. પ્રાંરંભિક તબક્કે  એક સાથે  4 વાહનો સંપૂર્ણ ચાર્જ કરી શકવાની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. આ ચાર્જિંગ સ્ટેશન પર 1 થી દોઢ કલાકમાં એક વાહન સંપૂર્ણ ચાર્જ થઈ શકશે.આ માટે  પ્રતિ યુનિટ રૂ.16 ના દરે વાહન ચાર્જ કરી શકાશે. ખાનગી કંપની સાથે મળીને રેલવે વિભાગ દ્વારા આ શરૂઆત કરાઈ છે.  

કેવી રીતે કરશો ઇ- કાર કેબ બુકીંગ 
પ્રવાસીઓને સારી સુવિધા માટે રેલવે સ્ટેશનેથી જ ઇલેક્ટ્રિક કાર ભાડે પણ મળશે.જેનો પ્રતિ કિલોમીટર રૂ.12 થી રૂ.16  ભાવ નક્કી કરાયો છે.  આગામી સમયમાં ઇલેક્ટ્રિક રીક્ષા સેવા શરૂ કરવાનું પણ  આયોજન છે. જેથી પ્રવાસીઓને સારી સુવિધા મળી રહેશે. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર કોઈ પ્રવાસી પોતાનું ઇ- વિહિકલ લઈને આવશે તો ચાર્જિંગ પોઈન્ટ માટેની વ્યવસ્થા ઉપલબ્ધ છે. તેમજ રેલવે સ્ટેશન પરથી ઇ વિહિકલ બુક કરવું હોય તો www.capitalev.in પરથી તમે  કેબ બુક કરી શકો છો. જે માટે એસી કાર એક કિલોમીટર 12 રૂ. ભાવ નક્કી કરાયો છે. 
Whatsapp share
facebook twitter