-
The Buckingham Murders નું ટીઝર રિલીઝ થયું
-
બાલાજી ટેલીફિલ્મ્સ દ્વારા પ્રેસેન્ટ કરવામાં આવશે
-
બેબાના કિરદારનું નામ Jass Bhamra છે
The Buckingham Murders Teaser: અભિનેત્રી Kareena Kapoor ની આગામી ફિલ્મ The Buckingham Murders નું ટીઝર રિલીઝ થયું છે. જોકે અગાઉ The Buckingham Murders નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. તે સમયથી Kareena Kapoor અને The Buckingham Murders ના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે બેબાના ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે. બેબોએ તેના સત્તાવાર Instagram Account પર The Buckingham Murders નું ટીઝર રિલીઝ કર્યું છે. જેમાં બેબો એકદમ અલજ અવતારમાં જોવા મળી છે.
બાલાજી ટેલીફિલ્મ્સ દ્વારા પ્રેસેન્ટ કરવામાં આવશે
The Buckingham Murders એક ક્રાઈમ અને થ્રિલર ફિલ્મ છે. તો The Buckingham Murders માં બેબો પોલીસના કિરદારમાં જોવા મળશે. જોકે આ પહેલા પણ Kareena Kapoor જાને જા ફિલ્મમાં જાસૂસીનો અભિનય કરીને પ્રશંસા મેળવી હતી. ત્યારે જાને જામાં કરીના કપૂરે માયા ડિસૂજા નામની એક મિહલાનું કિરદાર અપનાવ્યું હતું. ત્યારે The Buckingham Murders એ હંસલ મહેતાના નિર્દેશકમાં તૈયાર કરવામાં આવી છે. જોકે હંસલ મહેતા પોતાના નિદર્શન હેઠળ વિભિન્ન પ્રકારની ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. ત્યારે આ વખતે તેમણે Kareena Kapoor ને લઈ એક ક્રાઈમ અને થ્રિલર ફિલ્મ બનાવી છે. તે ઉપરાંત The Buckingham Murders એ બાલાજી ટેલીફિલ્મ્સ દ્વારા પ્રેસેન્ટ કરવામાં આવશે.
View this post on Instagram
આ પણ વાંચો: સાઉથ સુપરસ્ટાર Mohanlal હોસ્પિટલમાં દાખલ, શૂટિંગ દરમિયાન બગડી તબિયત…
બેબાના કિરદારનું નામ Jass Bhamra છે
ફિલ્મ The Buckingham Murders ને શોભા કપૂર, એકતા કપૂર અને Kareena Kapoor ખાને પ્રોડ્યૂસ કરવામાં આવી છે. The Buckingham Murders માં બેબાના કિરદારનું નામ Jass Bhamra છે. આ ફિલ્મમાં કરીના કપૂરની સાથે એશ ટંડન, રણવીર બ્રાર અને કીથ એલન જેવા પ્રતિભાશાળી સ્ટાર્સ છે. આ ફિલ્મનું નિર્દેશન હંસલ મહેતા દ્વારા કરવામાં આવ્યું છે અને અસીમ અરોરા, કશ્યપ કપૂર અને રાઘવ રાજ કક્કરે લખ્યું છે. આ ફિલ્મ Kareena Kapoor ખાનની સામાન્ય ભૂમિકાઓથી સંપૂર્ણપણે અલગ છે. ટીઝર પરથી એવું લાગે છે કે કરીનાનું પરફોર્મન્સ જોરદાર અને રોમાંચક હશે, જે આપણે પહેલાં ક્યારેય જોયું નથી.
આ પણ વાંચો: વિક્રાંત મેસીથી લઈને કાર્તિક આર્યન સુધી આ સ્ટાર્સે જીત્યો IFFM