+

મધ્યપ્રદેશની નિકિતા પોરવાલ બની Miss India 2024

મધ્યપ્રદેશની નિકિતા પોરવાલ ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ 2024માં વિજેતા બની તેણે ટીવી એન્કર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી કેન્દ્રશાસિત પ્રદેશ (દાદર અને નગર હવેલી)ની રેખા પાંડે ફેમિના મિસ ઈન્ડિયા 2024ની…
  • મધ્યપ્રદેશની નિકિતા પોરવાલ ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ 2024માં વિજેતા બની
  • તેણે ટીવી એન્કર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી
  • કેન્દ્રશાસિત પ્રદેશ (દાદર અને નગર હવેલી)ની રેખા પાંડે ફેમિના મિસ ઈન્ડિયા 2024ની પ્રથમ રનર-અપ બની
  • આયુષી ધોળકિયાએ સેકન્ડ રનર અપ ગુજરાતનો ખિતાબ મેળવ્યો

Miss India : બુધવારે મુંબઈમાં યોજાયેલા ગ્રાન્ડ ફિનાલેમાં મધ્યપ્રદેશની નિકિતા પોરવાલને ફેમિના મિસ ઈન્ડિયા (Miss India) વર્લ્ડ 2024નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. નિકિતા ઉજ્જૈન, મધ્ય પ્રદેશની રહેવાસી છે, તેણે ટીવી એન્કર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી અને પછીથી અભિનય અને થિયેટર તરફ વળી હતી.

ફેમિના મિસ ઈન્ડિયા 2024ની પ્રથમ રનર અપ કોણ બની?

કેન્દ્રશાસિત પ્રદેશ (દાદર અને નગર હવેલી)ની રેખા પાંડે ફેમિના મિસ ઈન્ડિયા 2024ની પ્રથમ રનર-અપ બની. જ્યારે આયુષી ધોળકિયાએ સેકન્ડ રનર અપ ગુજરાતનો ખિતાબ મેળવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Femina Miss India (@missindiaorg)

ફેમિના મિસ ઈન્ડિયા 2024ના નિર્ણાયકો એટલે કે જ્યુરીના જૂથમાં 6 વ્યક્તિ

ફેમિના મિસ ઈન્ડિયા 2024ના નિર્ણાયકો એટલે કે જ્યુરીના જૂથમાં 6 વ્યક્તિ છે. નિર્ણાયકોની પેનલમાં ડિઝાઇનર નિકિતા મહિસ્લાકર, 1980માં ફેમિના મિસ ઈન્ડિયા બનેલી અભિનેત્રી સંગીતા બિજલાની, ફિલ્મ નિર્દેશક અનીસ બઝમી, 2002માં ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતનાર અભિનેત્રી નેહા ધૂપિયા, ફિલ્મ નિર્દેશક મધુર ભંડારકર, પ્રખ્યાત કોરિયોગ્રાફર બોસ્કો માર્ટીસનો સમાવેશ થાય છે. ફેમિના મિસ ઈન્ડિયા 2024ની ગ્રાન્ડ ફિનાલે બુધવાર, 16 ઓક્ટોબર 2024ના રોજ ફેમસ સ્ટુડિયો, મહાલક્ષ્મી, મુંબઈ ખાતે યોજાઈ હતી. ફેમિના મિસ ઈન્ડિયા 2024ના ગ્રાન્ડ ફિનાલેનું રેમ્પ વોક સાંજે 6:30 વાગ્યે શરૂ થયુ હતુ.

આ પણ વાંચો–સિંધી બિઝનેસમેન સાથે લગ્ન કરશે Shraddha Kapoor? ફેન્સને મળી હિન્ટ

 

View this post on Instagram

 

A post shared by Femina Miss India (@missindiaorg)

ફેમિના મિસ ઈન્ડિયા 2024માં 30 રાજ્યોની સુંદરીઓએ ભાગ લીધો

60મી મિસ ફેમિના 2024 સ્પર્ધામાં, 30 રાજ્યોના વિજેતાઓએ ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લીધો હતો, પરંતુ નિકિતા પોરવાલે બધાને હરાવીને સૌંદર્યનો તાજ જીત્યો છે. આ સ્પર્ધામાં કેન્દ્રશાસિત પ્રદેશોની સુંદરીઓએ પણ ભાગ લીધો હતો. ભારતની સૌથી પ્રતિષ્ઠિત સૌંદર્ય સ્પર્ધાની 60મી વર્ષગાંઠની યાદમાં અને ઉજવણી કરવા માટે, મિસ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશને ‘રાઈઝ ઓફ ક્વીન’ નામનો ઓડિયો ટ્રેક પણ લોન્ચ કર્યો છે. આ ટાઈટલ ટ્રેક દુનિયાભરના ઘણા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર સાંભળી શકાય છે.

આ ભારતીય સુંદરીઓ બની ચૂકી છે મિસ વર્લ્ડ

અત્યાર સુધીમાં આપણા દેશની 5 સુંદરીઓએ મિસ વર્લ્ડ સ્પર્ધામાં ટાઈટલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે. જેમાં ઐશ્વર્યા રાય (વર્ષ 1994), ડાયના હેડન (વર્ષ 1997), યુક્તા મુખી (વર્ષ 1999), પ્રિયંકા ચોપરા (વર્ષ 2000) અને માનુષી છિલ્લર (વર્ષ 2017)નો સમાવેશ થાય છે. 16 ઓક્ટોબર, 2024 ના રોજ મુંબઈમાં યોજાયેલી આ સ્પર્ધામાં, રાજસ્થાનની વર્તમાન મિસ ઈન્ડિયા નંદિની ગુપ્તાએ કાર્યક્રમના અંતે તેના અનુગામી નિકિતા પોરવાલને તાજ પહેરાવ્યો હતો. તમને જણાવી દઈએ કે ફેમિના મિસ ઈન્ડિયા 2024 વિજેતા નિકિતા પોરવાલ હવે મિસ વર્લ્ડ સ્પર્ધાની 73મી આવૃત્તિમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે.

આ પણ વાંચો-Sara Ali Khan ને મુંબઈમાં ખરીદી પ્રોપર્ટી,કિંમત જાણીને તમે ચોંકી જશો!

Whatsapp share
facebook twitter