- કાજોલનો આજે 50મો જન્મદિવસ
- 1992માં એક્ટ્રેસે શરૂ કરી ફિલ્મી કરિયર
- દર વર્ષે રૂ.25 કરોડથી પણ વધારેની કરે છે કમાણી
Kajol Devgan Birthday:એક્ટ્રેસ કાજોલ આજે 50મો જન્મદિવસ (Kajol Devgan Birthday)ઉજવી રહી છે. તે હિંદી ફિલ્મોમાં ઘણું નામ કમાઈ ચૂકી છે. અનેક સુપરહિટ ફિલ્મોનો શ્રેય પણ તેણે મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસે 1999માં એક્ટર અજય દેવગણ સાથે લગ્ન કર્યા હતા. ફિલ્મી કરિયરની સાથે સાથે એક્ટ્રેસ બિઝનેસમાં પણ માહિર છે. મળતી માહિતિ અનુસાર એક્ટ્રેસ દર વર્ષે રૂ. 25 કરોડથી વધારેની કમાણી પણ કરે છે.
1992માં એક્ટ્રેસે શરૂ કરી ફિલ્મી કરિયર
કાજોલે ફિલ્મી કરિયરની શરૂઆત 1992થી બેખુદી ફિલ્મથી કરી. આ ફિલ્મથી તેને ખાસ ઓળખ ન મળી કેમકે તે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી શકી નહીં. 1993માં આવેલી બાઝીગરે કાજોલને ઓળખ અપાવી. સુપર સ્ટાર શાહરૂખ ખાન સાથે તે આ ફિલ્મમાં જોવા મળી. આ પછી ઉધાર કી જિંદગી, હલચલ, ગુંડારાજમાં પણ તે જોવા મળી. આ પછી 1994માં યે દિલ્લગીમાં તેનો રોલ ખાસ કામ કરી ગયો. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સફળ રહી. 1995માં રીલિઝ થયેલી 2 ફિલ્મોએ તેને નામ અપાવ્યું જેમાં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને કરણ-અર્જુન પણ સામેલ છે.
આ પણ વાંચો –આ જાણીતી Actress એ પતિ વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ, લગાવ્યા ગંભીર આરોપ
1997માં ફિલ્મ ગુપ્ત માટે મળ્યો એવોર્ડ
1997માં રીલિઝ થયેલી ફિલ્મ ગુપ્તમાં તેણે નેગેટિવ રોલ કર્યો અને તેને એવોર્ડ પણ મળ્યો. આ સાથે હલચલ, ઈશ્ક, પ્યાર કિયા તો ડરના ક્યા, પ્યાર તો હોના હી થા, કુછ કુછ હોતા હૈમાં પણ તે જોવા મળી. આ સિવાય અનેક ફિલ્મોમાં તે અજય દેવગણ સાથે પણ જોવા મળી. હવે ચર્ચા છે કે એક્ટ્રેસની આગામી ફિલ્મ મહારાગિણી પણ જલ્દી આવશે.
આ પણ વાંચો –ફિલ્મ આપવાના બહાને હોટેલમાં બોલાવી અને કહ્યું – ‘બિકની પહેરીને..
બિઝનેસની દુનિયામાં પણ સક્રિય છે કાજોલ
ફિલ્મો સિવાય કાજોલ બિઝનેસની દુનિયામાં પણ સક્રિય છે. તે મોડલિંગ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને બિઝનેસની સાથે લગભગ 25 કરોડથી પણ વધારેની કમાણી કરે છે. તેની પોતાની મેકઅપ બ્રાન્ડ પણ છે. રિપોર્ટના આધારે તેની નેટવર્થ 250 કરોડ રૂપિયા છે. ફિલ્મોમાં સતત ન દેખાવવા બાદ પણ ફેન ફોલોઈંગમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. એક્ટ્રેસને ભારતના ચોથા સૌથી મોટા સન્માન પદ્મશ્રીથી નવાજવામાં પણ આવી છે.