+

Film Devara માટે ગાંધી જ્યંતી બની ફાયદાકાર, ફિલ્મની કમાણી 300 કરોડને પાર

Devara એ વિશ્વભરમાં રૂ. 300 કરોડની કમાણી કરી તેલુગુમાંથી 159.35 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી વિદેશમાં 67.50 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન થયું Film Devara Collection : JR NTR ની Film…
  • Devara એ વિશ્વભરમાં રૂ. 300 કરોડની કમાણી કરી
  • તેલુગુમાંથી 159.35 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી
  • વિદેશમાં 67.50 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન થયું

Film Devara Collection : JR NTR ની Film Devara હાલમાં, ભારતીય સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. તે ઉપરાંત દક્ષિણ ભારતમાં વિવિધ સ્થળો પર સિનેમા ટિકિટની બારીની સામે લાઈન પણ જોવા મળી રહી છે. ત્યારે JR NTR ની Film Devara એ એક પછી એક કમાણીના રેકોર્ડ પણ તોડી રહી છે. ત્યારે ગાંધી જયંતિના દિવસે JR NTR ની Film Devara ને એક ખાસ સફળતા મળી છે. Film Devara ની રિલીઝના છઠ્ઠા દિવસે દેશમાં કુલ 200 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

Devara એ વિશ્વભરમાં રૂ. 300 કરોડની કમાણી કરી

JR NTR ની Film Devara એ વિશ્વભરમાં રૂ. 300 કરોડની કમાણી કરી છે. JR NTR ની Film એ હિન્દી ભાષામાં પણ પકડ બનાવીને રાખી છે. ત્યારે ગાંધી જ્યંતીના દિવસે JR NTR ની Film ને 50 ટકાથી વધુની કમાણી હિન્દી ભાષામાં થઈ હતી. જોક Film Devara એક એક્શન-ડ્રામા ફિલ્મ છે. જે કોરાતલા શિવના નિર્દેશનમાં બનેલી છે. ફિલ્મમાં JR NTR ડબલ રોલમાં છે, જ્યારે તેની સાથે સૈફ અલી ખાન, પ્રકાશ રાજ અને જાન્હવી કપૂર છે. ફિલ્મનું બજેટ 300 કરોડ રૂપિયા છે અને માત્ર છ દિવસમાં તેણે ગ્લોબલ બોક્સ ઓફિસ પર તેના બજેટ કરતાં વધુ કમાણી કરી લીધી છે.

આ પણ વાંચો: દિગ્ગજ અભિનેત્રીનું સેક્સ રેકેટ! શાહરુખ ખાનની અભિનેત્રી 1 રાતના 1 લાખ લેતી હતી અને…

તેલુગુમાંથી 159.35 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી

Jr NTR ની Film Devara ને ગાંધી જયંતિના દિવસે રજા હોવાને કારણે જબરદસ્ત ફાયદો થયો છે. તમામ પાંચ ભાષાઓ સહિત, ફિલ્મે બુધવારે 21.00 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. એક દિવસ પહેલા મંગળવારે તેણે 14.00 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. એટલે કે ગાંધી જયંતિના કારણે કમાણીમાં 50% નો વધારો થયો છે. તો Film Devara ની કમાણીનો સૌથી મોટો હિસ્સો તેલુગુ વર્ઝનમાંથી આવે છે. તો 6 દિવસમાં ફિલ્મે તેલુગુમાંથી 159.35 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

વિદેશમાં 67.50 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન થયું

JR NTR ની Film એ બુધવારે વર્લ્ડવાઈડ કલેક્શનમાં પણ સફળતા હાંસલ કરી છે. JR NTR ની Film એ વૈશ્વિક બોક્સ ઓફિસ પર 314.00 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેમાંથી વિદેશમાં 67.50 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન થયું છે. જોકે, તેને ટોપ-10 સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં સ્થાન મેળવવા હજુ માટે થોડી મહેનત કરવી પડશે.

આ પણ વાંચો: Kishor Desai-અજોડ એરેંજર, અજોડ સાજિંદા અને વિરલ ઇન્સાન

Whatsapp share
facebook twitter