+

ફિલ્મ એક્ટર મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળશે, કેન્દ્ર સરકારે કર્યું એલાન

બોલિવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કરાશે સન્માનિત હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં આપેલા યોગદાન બદલ અપાશે આ સન્માન 8 ઓક્ટોબરના રોજ અપાશે એવોર્ડ બોલિવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તી (Bollywood actor Mithun…
  • બોલિવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કરાશે સન્માનિત
  • હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં આપેલા યોગદાન બદલ અપાશે આ સન્માન
  • 8 ઓક્ટોબરના રોજ અપાશે એવોર્ડ

બોલિવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તી (Bollywood actor Mithun Chakraborty) ને ભારતીય સિનેમા (Indian cinema) માં તેમના યોગદાન બદલ દાદાસાહેબ ફાળકે એવોર્ડ (Dadasaheb Phalke Award) થી સન્માનિત કરવામાં આવશે. આ પુરસ્કાર 8 ઓક્ટોબર, 2024ના રોજ 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન અભિનેતાને આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે અભિનેતાને આ સન્માન આપવાની જાહેરાત કરી છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત

કેન્દ્રીય રેલ્વે, માહિતી અને પ્રસારણ, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરતા કહ્યું કે, ‘મિથુન દાની નોંધપાત્ર સિનેમેટિક સફર પેઢીઓને પ્રેરણા આપે છે! દાદાસાહેબ ફાળકે સિલેક્શન જ્યુરીએ પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) ને ભારતીય સિનેમામાં તેમના વિશિષ્ટ યોગદાન બદલ એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે તે જાહેરાત કરતા સન્માનની વાત છે. તેમણે એ પણ માહિતી આપી હતી કે 8 ઓક્ટોબર, 2024ના રોજ યોજાનાર 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) ને એવોર્ડ આપવામાં આવશે. જણાવી દઇએ કે, 74 વર્ષના મિથુન ચક્રવર્તીની હિન્દી સિનેમામાં 48 વર્ષની સફળ કારકિર્દી છે. તે હજુ પણ ફિલ્મોમાં સક્રિય છે.

ઈન્ડસ્ટ્રીમાં આવવા માટે ઘણો સંઘર્ષ કર્યો

મિથુન ચક્રવર્તી… હિન્દી સિનેમાનું એક એવું નામ જે હંમેશા લોકોના મનમાં રહેશે. દરેક વ્યક્તિ જાણે છે કે મિથુન દાને ઈન્ડસ્ટ્રીમાં પોતાને સ્થાપિત કરવા માટે કેટલો સંઘર્ષ કરવો પડ્યો હતો. કોઈપણ વ્યક્તિ તેના જીવનમાં કંઈક સારું કરવા માંગે છે અને તેના માટે દરેકને સખત મહેનત કરવી પડે છે. મિથુને પણ સિનેમામાં પ્રવેશ કરવા માટે કંઈક આવું જ કર્યું અને દર્શકોના દિલમાં પોતાના માટે એક ખાસ જગ્યા બનાવી. પોતાના કરિયરમાં ઘણી ફિલ્મો આપનાર મિથુન દા આજે દરેકના દિલમાં એક ખાસ સ્થાન ધરાવે છે.

મિથુને ખૂબ મહેનત કરી છે

હિન્દી સિનેમામાં પ્રવેશતા પહેલા મિથુને અત્યંત ગરીબીના દિવસો પણ જોયા છે. આવી સ્થિતિમાં તેમનો સંઘર્ષ બધા જાણે છે. ક્યારેક રસ્તાઓ પર રાતો વિતાવી તો ક્યારેક ખાલી પેટે સૂઈને પોતાના ભાગ્ય સામે લડતા મિથુન આજે એવા તબક્કે છે કે તેમને ‘દાદા સાહેબ ફાળકે એવોર્ડ’ એનાયત કરવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે આ પહેલા પણ મિથુન દાના નામે ઘણા એવોર્ડ છે.

આ પણ વાંચો:  IIFA 2024 ના મંચ પર કિંગ ખાન થયો ભાવૂક, કહ્યું દરેકનો સમય આવે છે….

Whatsapp share
facebook twitter