Ajay Devgan Got Slapped By Son Yug : બોલિવુડ અભિનેતા અજય દેવગણને (Ajay Devgan) હિંદી સિનેમામાં કામ કરતા 33 વર્ષ કરતા પણ વધારેનો સમય થઇ ચુક્યો છે. અજય દેવગણે (Ajay Devgan) પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 1991 થી કરી હતી. ફુલ ઓર કાંટે તેની પ્રથમ ડેબ્યુ ફિલ્મ હતી. આ ફિલ્મ સુપર હીટ થતા શરૂઆતથી જ અજય દેવગણ સુપર સ્ટાર બની ગયો હતો.
આ પણ વાંચો : ભારતની હસીન યુવતી 55 વર્ષના પાકિસ્તાનીના પ્રેમ પડી, જુઓ વીડિયો
અજય દેવગણનો બોલિવુડમાં દબદબો
ડેબ્યૂ ફિલ્મથી માંડીને અત્યાર સુધી અજયની બાદશાહત યથાવત્ત છે. હજી પણ અજય ફિલ્મોમાં લીડ રોલ પ્લે કરે છે. રોમાન્ટિક ફિલ્મો ઉપરાંત અજય દેવહણ હોરર, કોમેડી અને એક્શન ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સ્ત્રી 2 પહેલા અજય દેવગણની ફિલ્મી ગોલમાલ અગેઇન સૌથી વધારે કમાણી કરનારી બોલિવુડની હોરર ફિલ્મ હતી. જો કે શું તમને ખબર છે કે, અજય દેવગણને તેના પુત્ર યુગે લાફો ઝીંકી દીધો હતો.
આ પણ વાંચો : ઈટલીમાંથી મશહૂર અભિનેત્રીનો ચુંબન કરતો વાયરલ થયેલો જુઓ Video
અજયે ફેમિલી સાથે જોઇ હતી ગોલમાલ અગેઇન
અજય દેવગણની સુપરહિટ ફિલ્મ ગોલમાલ અગેઇન વર્ષ 2017 માં રિલીઝ થઇ હતી. તેનું ડાયરેક્શન રોહિત શેટ્ટીએ કર્યું હતું. ગોલમાલ અગેઇનમાં અજય ઉપરાંત કૃણાલ ખેમું, અરશદ વારસી, તુષાર કપુર, શ્રેયસ તલપડે, તબ્બુ અને પરિણીતી ચોપડાએ પણ કામ કર્યું હતું. અજય દેવગણે આ ફિલ્મ પોતાના પરિવાર સાથે બેસીને ઘરે જોઇ હતી.
આ પણ વાંચો : એકવાર ફરી સિનેમાઘરોમાં રિલીઝ થશે રૂંવાટા ઉભા કરી દે તેવી Horror Film
અજયના પુત્રએ ઝીંકી દીધો હતો લાફો
જે કિસ્સો અમે તમને કહેવા જઇ રહ્યા છીએ તે કિસ્સો ખુદ અજય દેવગણે બોલિવુડ હંગામાને આપેલા એક ઇન્ટરવ્યું દરમિયાન શેર કર્યો હતો. અજયે જણાવ્યું કે, જ્યારે ગોલમાલ અગેઇનમાં પરિણીતિ ચોપડાના કેરેક્ટરનું મોત થઇ ગયું તો તેનો પુત્ર યુગ એટલો દુખી થઇ ગયો કે તે રડવા લાગ્યો હતો. યુગને જોઇને અજય અને કાજોલ ઉપરાંત તેની પુત્રી ન્યાસા પણ હસવા લાગ્યા હતા. અજયે પુત્રને પુછ્યું કે શું થયું? ત્યારે યુગે અજયને પુત્રએ હળવેકથી લાફો મારીને કહ્યું કે તમે મારી સાથે વાત જ ના કરશો.
આ પણ વાંચો : પોતાના જ ફેનની હત્યા કરનાર Darshan Thoogudeepa જેલમાં કોફી અને સીગરેટથી માણી રહ્યો છે મોજ!
આખો પરિવાર સતત હસી રહ્યો હતો અને યુગ રડી રહ્યો હતો
અજયે કહ્યું કે, તે જોરથી હસવા લાગ્યો, કાજોલ પણ સતત હસી રહી હતી. મારો પુત્ર સેકન્ડ હાફમાં રડવા લાગ્યો હતો. બે વખત તેને મને લાફા પણ માર્યા. પરીના મોતના કારણે તેના આંસુ સતત હસી રહ્યો હતો. તે મારા ખોળામાં બેઠો હતો. મે તેને પુછ્યું કે શું થયું તો તેણે મને તેમ કહ્યું કે, મને રડતા ન જોશો તેમ કહીને હળવો લાફો મારી દીધો હતો. આ ખુબ જ રમૂજી પરંતુ સંવેદનશીલ ક્ષણ હતી. મારો આખો પરિવાર હસી રહ્યો હતો.
આ પણ વાંચો : શાનદાર STREE ની બોક્સ ઓફિસ ઉપર આંધળી કમાણી, 11 દિવસમાં આંકડો 500 કરોડને પાર!