+

મણિપુરમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, સાંજે 5 વાગ્યા સુધીમાં 78 ટકા મતદાન

મણિપુરમાં સોમવારે પ્રથમ તબક્કા માટે પાંચ જિલ્લાની 38 બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. તેમાં ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ, બિશનપુર, ચુરાચંદપુર અને કાંગપોકપી જિલ્લાનો સમાવેશ થાય છે. આ બેઠકો પર 15 મહિલાઓ સહિત 173 ઉમેદવારો મેદાનમાં છે અને તમામનું ભવિષ્ય ઈવીએમ માં કેદ થશે. આ પ્રથમ તબક્કામાં ધુરંધર  ઉમેદવારો લડી રહ્યા છે જેમાં હિંગાંગસીટ પરથી સીએમ એન બિરેન સિંહ, સિંગજામેઈ સીટ પરથી સ્પીકર વà
મણિપુરમાં સોમવારે પ્રથમ તબક્કા માટે પાંચ જિલ્લાની 38 બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. તેમાં ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ, બિશનપુર, ચુરાચંદપુર અને કાંગપોકપી જિલ્લાનો સમાવેશ થાય છે. આ બેઠકો પર 15 મહિલાઓ સહિત 173 ઉમેદવારો મેદાનમાં છે અને તમામનું ભવિષ્ય ઈવીએમ માં કેદ થશે. 
આ પ્રથમ તબક્કામાં ધુરંધર  ઉમેદવારો લડી રહ્યા છે જેમાં હિંગાંગસીટ પરથી સીએમ એન બિરેન સિંહ, સિંગજામેઈ સીટ પરથી સ્પીકર વાય ખેમચંદ સિંહ, ઉરીપોક સીટ પરથી ડેપ્યુટી સીએમ યુમનમ જોયકુમાર સિંહ અને નામ્બોલથી રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ એન લોકેશ સિંહ  લડી રહ્યા છે.
1721 મતદાન મથકો પર મતદાન 
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે આમાંથી 39 ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.  આ તબક્કામાં 12 લાખથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 5.80 લાખ પુરૂષ અને 6.28 લાખ મહિલા મતદારો છે. તેમના માટે 1721 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. મતદાન  સવારે 7 વાગ્યાથી શરૂ થઇ ચૂક્યું છે જે સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. કોરોના સંક્રમિત અને ક્વોરેન્ટાઈનમાં રહેતા લોકોના મતદાન માટે બપોરે 3 થી 4 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. 
  • સવારે 9.30 વાગ્યા સુધી 8.94 ટકા મતદાન
  • સવારે 11 વાગ્યા સુધી 27.34 ટકા મતદાન
  • બપોરે 3 વાગ્યા સુધીમાં 67.22 ટકા મતદાન
  • સાંજે 5 વાગ્યા સુધીમાં 78 ટકા મતદાન
Whatsapp share
facebook twitter