Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gondalમાં આજે ખરાખરીનો જંગ..શું ગણેશ ગોંડલ…..

08:06 AM Sep 15, 2024 |
  • ગોંડલ નાગરિક બેંકની આજે યોજાશે ચૂંટણી
  • ગોંડલ શહેરના કડવા પટેલ સમાજ વાડી ખાતે યોજાશે ચૂંટણી
  • 23 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે
  • નાગરિક બેંક 58 હજારથી વધુ સભાસદો ધરાવે છે
  • શું જેલમાં હોવા છતાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશનું વર્ચસ્વ જળવાઈ રહેશે?

Election of Gondal nagarik Bank : રાજ્યમાં ચર્ચા જગાવનારી ગોંડલ નાગરિક બેંકની આજે ચૂંટણી (Election of Gondal nagarik Bank)યોજાશે. ગોંડલ શહેરના કડવા પટેલ સમાજ વાડી ખાતે યોજાનારી આ ચૂંટણીમાં સર્વેની નજર રહી છે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસપ્રેરીત પેનલોના ઉમેદવારો સહિત 23 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે. હાલ જેલમાં રહેલા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશના વર્ચસ્વની પણ આ લડાઇ મનાઇ રહી છે.

નાગરિક બેંક 58 હજારથી વધુ સભાસદો ધરાવે છે

નાગરિક બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પ્રગતિશીલ પેનલના 11 ઉમેદવાર અને નાગરિક સહકાર સમિતિની પેનલના 11 ઉમેદવાર અને 1 અપક્ષ સહિત 23 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. ચૂંટણી જીતવા માટે બન્ને પેનલો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું છે. નાગરિક બેંક 58 હજારથી વધુ સભાસદો ધરાવે છે.

આ પણ વાંચો—GONDAL : ગોંડલ નાગરીક બેંકની ચુંટણીમાં બંન્ને પક્ષે કાંટે કી ટક્કર

ગણેશ ગોંડલે પણ જેલમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું

સભાસદો સત્તાનો તાજ કોને પેહરાવશે તેને લઈ અટકળો થઇ રહી છે. જોકે આ ચુંટણીમાં સૌથી ચર્ચાનો વિષય ગણેશ ગોંડલ બન્યો છે. ગણેશ ગોંડલે પણ જેલમાંથી ઉમેદવારીફોર્મ ભર્યું હતું જેથી શું જેલમાં હોવા છતાં પૂર્વ ધારાસભ્ય જયરાજ સિંહ જાડેજાના પુત્ર ગણેશનું વર્ચસ્વ જળવાઈ રહેશે? તેવા સવાલો ઉભા થઇ રહ્યા છે.

રસાકસીભરી ચૂંટણી

આમ તો નાગરિક બેંકની ચૂંટણી સામાન્ય ગણાતી હોય છે. પણ ગોંડલમાં આ ચૂંટણીને લઈ ને ધારાસભાની ચૂંટણી જેવો માહોલ ગરમાયો છે. બેંકની ચૂંટણી વર્તમાન ચેરમેન અશોકભાઈ પીપળીયા માટે પ્રતિષ્ઠાનો જંગ બની છે. તો સામા પક્ષે પૂર્વ ચેરમેન યતિશભાઈ દેસાઈ બહુમત હાંસલ કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે જેથી રાજકીય ઉતેજના ફેલાઈ છે.આજે નાગરિક બેંકની ચૂંટણી યોજાઇ રહી છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાની રાહબરી હેઠળ ભાજપ પ્રેરીત પેનલ ચુંટણી લડી રહી છે. સામા પક્ષે કોંગ્રેસના યતિષભાઈ દેસાઈની આગેવાની હેઠળ નાગરિક સહકાર સમિતીની પેનલ ચૂંટણી લડી રહીછે.

આ પણ વાંચો—Nagrik Bank Elections : વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ ગરમાયો