Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Rajkot : લ્યો બોલો…ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થવાની વાતો વચ્ચે ડોમેસ્ટિક ફ્લાઇટ બંધ થવાનો વારો આવ્યો!

08:01 AM Sep 07, 2024 |
  1. રાજકોટ હિરસરમાંથી આવ્યા મોટા સમાચાર
  2. ડોમેસ્ટિક ફ્લાઇટ ઓપરેટરોએ ફ્લાઇટ બંધ કરવા ચીમકી ઉચ્ચારી
  3. એરપોર્ટ ઓથોરિટી અને ફ્લાઇટ ઓપરેટર વચ્ચે વિવાદ
  4. હિરસર એરપોર્ટમાં ઓફિસ ફાળવણી મુદ્દે વિવાદ શરૂ થયો

રાજકોટનાં (Rajkot) હિરસરમાં એક બાજું ઇન્ટરનેશનલ ફ્લાઇટ (International Flights) શરૂ કરવાની મસમોટી વાતો થાય છે ત્યારે બીજી તરફ ડોમેસ્ટિક ફ્લાઇટનાં ઓપરેટરોએ ફ્લાઇટ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હોવાનાં સમાચાર સામે આવ્યા છે. હિરસર એરપોર્ટ પર ઓફિસ ફાળવણી મુદ્દે એરપોર્ટ ઓથોરિટી અને ફ્લાઇટ ઓપરેટર વચ્ચે વિવાદ શરૂ થતાં ફ્લાઇટ બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

આ પણ વાંચો – Gondal market yard માં આવ્યું ચાઇના લસણ, પ્રતિબંઘ હોવા છતાં પણ કોણે કરી ખેતી?

ઓપરેટરોએ ડોમેસ્ટિક ફ્લાઇટ બંધ કરવા ચીમકી ઉચ્ચારી

પ્રાપ્ત અહેવાલ અનુસાર, રાજકોટનાં (Rajkot) હિરસરમાં બનેલા નવા એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવાની યોજના સરકાર દ્વારા બનાવવામાં આવી રહી છે. તેની પ્રક્રિયા પણ હાલ ચાલુ છે. પરંતુ, આ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એવી માહિતી મળી છે કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થવાની વાતો વચ્ચે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ બંધ થવાનો વારો આવ્યો છે. ડોમેસ્ટિક ફ્લાઇટનાં ઓપરેટરોએ (Domestic Flights Operators) ફ્લાઇટ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો – Deesa: યુવકે પોતાના પ્રેમના વિરહમાં પોતાની જીવનલીલા સંકેલી, કહ્યું કે…

ઓફિસ ફાળવણી મુદ્દે વિવાદ, એરલાઇન્સ-ઓથોરિટી સામ-સામે

પ્રાપ્ત અહેવાલ અનુસાર, હિરસર એરપોર્ટમાં (HirsarAirport) ઓફિસ ફાળવણી મુદ્દે એરપોર્ટ ઓથોરિટી (Hirsar Airport Authority) અને ડોમેસ્ટિક ફ્લાઇટ ઓપરેટર વચ્ચે વિવાદ શરૂ થયો છે. ટર્મિનલથી દૂર ઓફિસ આપતા એરલાઇન્સ અને ઓથોરિટી સામ-સામે આવી ગયા છે. ઓફિસ ટર્મિનલમાં ફાળવવામાં નહિં આવે તો ડોમેસ્ટિક ફ્લાઇટ બંધ કરવા ચીમકી ઓપરેટરોએ ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે હિરસરમાં જ્યારથી નવું એરપોર્ટ કાર્યરત થયું છે ત્યારથી કોઈ ન કોઈ બાબતે ચર્ચામાં રહ્યું છે. ત્યારે હવે વધુ એક નવો વિવાદ સામે આવ્યો છે. આ વિવાદનો અંત ક્યારે અને કેવી રીતે આવશે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો – Valsad: 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના, પોલીસે માત્ર 9 દિવસમાં 470 પાનાની ચાર્જશીટ ફાઈલ કરી