Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મતદારોને રીઝવવા જાત-જાતની ઓફર, મત આપો અને ડિસ્કાઉન્ટ મેળવો!

05:19 AM Apr 26, 2023 | Vipul Pandya

14 ફેબ્રુઆરી, એટલે કે વેલેન્ટાઇન ડે. દુનિયાભરના પ્રેમી પંખીડાઓ માટેનો ખાસ તહેવાર. તેવામાં વેલેન્ટાઇન ડે પર જ  ગોવા સહિતના રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટેનું મતદાન પણ છે. મતદાન અને વેલેન્ટાઈન ડે સાથે હોવાથી આ 
દિવસ વધારે ખાસ બન્યો છે.
વેલેન્ટાઈન અને વોટિંગ ડે એકસાથે
ગોવાની વાત કરીએ તો 40 વિધાનસભા સીટ માટે કુલ 301 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.  લોકો મતદાન મથક સુધી પહોંચે તે માટે ગોવાના લોકોને ખાસ પ્રકારની ઓફરો આપવામાં આવી રહી છે. આમ પણ વેલેન્ટાઇન દિવસે વિવિધ જગ્યાઓ પર પ્રેમી પંખીડાઓ માટે અવનવી ઓફરો હોય છે. તેવામાં ગોવામાં વેલેન્ટાઇન ડે અને મતદાનને સાથે જોડવામાં આવ્યું છે. જે માટે આ દિવસે કપલ્સ માટે વિવિધ હોટેલ, રેસ્ટોરન્ટસ, શોપિંગ મોલ્સ, કોફીશોપ તથા ફરવાલાયક સ્થળો પર વિશેષ ઓફરોની જાહેરાત કરવામાં આવી છે.
હોટેલમાં મત આપનાારા કપલ્સને વિશેષ ડિસ્કાઉન્ટ
ઉત્તરી ગોવા જિલ્લામાં 30 જેટલા હોટેલ માલિકો તથા બીચ રેસ્ટોરેન્ટસના માલિકોના એક ગૃપે મતદાન તથા વેલેન્ટાઇન ડે નિમિતે કપલ્સ માટે ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. આ અંગે ઉત્તરી ગોવા જિલ્લાના ચૂંટણી અધિકારીએ ટ્વીટ કર્યુ કે ‘14 ફેબ્રુઆરી 2022ના દિવસે ઉત્તરી ગોવા પ્રશાસન સાથે લોકશાહીના તહેવારની ઉજવણી કરો’. ગોવાના કેટલાક હોટેલ માલિકો તથા રેસ્ટોરેન્ટે્સ માલિકોએ 14 ફેબ્રુઆરીના દિવસે સવારે સાત વાગ્યાથી સાંજ છ વાગ્યા સુધીમાં મત આપનારા કપલ્સ માટે ખાસ ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. ’ 
બંજી જમ્પિંગમાં મતદાતાઓને 10 ટકા ડિસ્કાઉન્ટ
ભોજન સિવાય મતદાતાઓને મનોરંજન માટે પણ ખાસ ઓફર આપવામાં આવી રહી છે. ગોવાના પ્રવાસન વિકાસ વિભાગે ઉત્તરી ગોવાના માયેમ તળાવ પર આવેલા એક બંજી જમ્પિંગ સેન્ટર પર મતદાન કરનારા લોકોને 10 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. આ અંગે પણ ચૂંટણી અધિકારીએ ટ્વીટ કર્યુ કે ‘ગોવાના માયેમ જળાશયમાં બંજી જમ્પિંગ પર વિશેષ ડિસ્કાઉન્ટ છે. જે લોકો 14 ફેબ્રુઆરીના દિવસે મતદાન કરશે, તેમને 16થી 21 ફેબ્રુઆરી વચ્ચે આ વિષેશ ડિસ્કાઉન્ટનો લાભ મળશે.  હાથની આંગળી પર મતદાનનું નિશાન બતાવો અને 10 ટકા ડિસ્કાઉન્ટ મેળવો’
હોટ એયર બલૂનની સવારીમાં 15 ટકા ડિસ્કાઉન્ટ
ડિસ્કાઉન્ટની ઓફરો આટલા પુરતી જ સિમિત નથી. દક્ષિણ ગોવા જિલ્લાના ચંદોરમાં પ્રાવસન વિભાગ દ્વારા જે હોટ એયર બલૂન રાઇડ ચાલે છે તેમાં પણ મતદાતાઓને 15 ટકા ડિસ્કાઉન્ટ મળવા જઇ રહ્યું છે. જે લોકો મતદાન કરશે તેઓ 14 ફેબ્રુઆરીથી 14 માર્ચ સુધી આ ડિસ્કાઉન્ટનો લાભ લઇ શકશે. આ સિવાય ગોવાની મુખ્ય કોફી શોપ ચેઇને પણ મતદાતાઓ માટે 10 ટકા વિશેષ ડિસ્કાઉન્ટની ઓફર આપવામાં આવી છે.
વેલેન્ટાઈન ડે ઉજવતા પહેલા કરો મતદાન
ગોવામાં ભાજપ, કોંગ્રેસ, આપ, ગોવા ફોરવર્ડ પાર્ટી, ટીએમસી, મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી, એનસીપી, શિવસેના, રિવોલ્યુશનરી ગોવાંસ, ગોએંચો સ્વાભિમાન પાર્ટી, જય મહાભારત પાર્ટી અને સંભાજી બ્રિગેડના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય 68 જેટલા અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં ઉતર્યા છે.