Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વરાણાનું પ્રખ્યાત ખોડિયાર માતાજી મંદિર

12:07 PM Apr 29, 2023 | Vipul Pandya
પોડકાસ્ટ—કુશાગ્ર ભટ્ટ, અમદાવાદ 
રાજસ્થાનથી જ્યારે ખોડિયાર માતાજી ગુજરાતમાં આવ્યા ત્યારે સૌથી પહેલું રોકાણ તેઓએ પાટણના વરાણામાં કર્યું હતું. જ્યાં આજે માતાજીનું મંદિર આવેલું છે. માત્ર ગુજરાતમાંથી જ નહીં, ગુજરાત બહારથી આ માનતા પૂરી કરવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે. અહીં ભોંયરામાં આવેલા જૂના મંદિરને યથાવત રાખીને તેની ઉપર નવું મંદિર બાંધવામાં આવ્યું. મા ખોડિયાર એટલે તો સદૈવ ભક્તોની વ્હારે રહેતા આઈશ્રી. શ્રદ્ધાળુઓને મન મા ખોડિયાર એટલે તો એ નામ કે જેમના આસ્થા સાથે પૂજન માત્રથી જ ચિંતાઓનું શમન થઈ જાય. મા ખોડિયાર એટલે તો એ નામ કે જેના ઉચ્ચાર માત્રથી જ નિરાશાઓ વચ્ચે પણ નવી આશાઓનો સંચાર થઈ જાય.