Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જાણો શા માટે હોળાષ્ટકના આઠ દિવસ સુધી શુભ કાર્ય કરવું અશુભ માનવામાં આવે છે?

07:40 PM Apr 18, 2023 | Vipul Pandya

દર વર્ષે હોળીના આઠ દિવસને હોળાષ્ટક કહેવામાં આવે છે. આ વર્ષે 10 માર્ચથી હોળાષ્ટક શરુ થઇ રહ્યું છે. ફાગણ શુક્લ પક્ષની  આઠમની તિથિના રોજ 2.56 કલાકથી હોલાષ્ટક લાગુ થઇ જશે. જે 14 માર્ચે હોળિકા દહન સાથે પૂર્ણ થશે. માન્યતા છે કે હોળાષ્ટકમાં કરેલાં શુભ કાર્યોનું પૂર્ણ ફળ નથી મળતું.

હોળીના 8 દિવસ પહેલા તમામ શુભકાર્ય બંધ કરવાની માન્યતા 
હોળીનો તહેવાર આ વર્ષે 18મી માર્ચે મનાવાશે. માન્યતાઓ અનુસાર હોલાષ્ટક દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ. તેથી હોળીના 8 દિવસ પહેલા તમામ શુભકાર્ય બંધ કરી દેવામાં આવે છે કારણકે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળાષ્ટક દરમ્યાન હોળીના 8 દિવસ પહેલાં બધાં ગ્રહોનો સ્વભાવ ઉગ્ર રહે છે. તેથી ગ્રહોની ચાલ સારી હોતી નથી. માન્યાતઓ અનુસાર આ સમયગાળા દરમ્યાન કરેલા કર્મોનું શુભ ફળ નથી મળતું. હિંદુ માન્યતાઓ અનુસાર, જો કોઈ વ્યક્તિ હોળાષ્ટક દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરે છે, તો તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં, વ્યક્તિના જીવનમાં વિયોગ, રોગ અને અકાળ મૃત્યુનો ભય રહે છે.તેથી હોલાષ્ટકનો સમય શુભ માનવામાં આવતો નથી. આ સમય દરમ્યાન લગ્ન, જનોઇ, શુભ મુહર્ત જેવાં શુભ કામો કરવાં પર નિષેધ છે. 

હોળાષ્ટક સાથે જોડાયેલી પૌરાણિક માન્યતા 
પૌરાણિક કથા અનુસાર હિરાણાકશ્યપે 7 દિવસ સુધી યાતનાઓ આપીને પોતાના પુત્ર પ્રહલાદને બહુ યાતનાઓ આપી હતી. આઠમાં દિવસે  તેણે પોતાની બહેન હોલિકાના ખોળામાં પ્રહલાદને ભસ્મ કરીવાની કોશિશ કરી હતી. જોકે ભગવાન વિષ્ણુએ કૃપા કરી જેથી ભક્ત પ્રહલાદનો વાળ પણ વાંકો ન થયો, ત્યારથી જ હોળાષ્ટટક મનાવવાની પરંપરા ચાલુ થઇ. આ આઠ દિવસ દરમ્યાન દાહ કર્મ ની તૈયારી શરુ કરાય છે. હોલિકા દહન બાદ  હોળાષ્ટક પૂરું થાય છે. અને બીજાં દિવસે હેળીના રંગે  રમવાની પરંપરા છે. જે ભક્ત પ્રહલાદના જીવિત હોવાની ખુશીમાં મનાવવમાં આવે છે. ત્યાર બાદ બીજાં માંગલિક કાર્યો પણ શરુ થાય છે.
 હોળાષ્ટક સાથે ભગવાન શિવની કથા પણ જોડાયેલી છે
એક અન્ય કથા મુજબ આજના દિવસે હોળાષ્ટકના દિવસે જ ભગવાન શિવે કામદેવને ભસ્મ કરી દીધો હતો. કામદેવે ભગવાન  શિવની તપસ્યા ભંગ કરવાની કોશિશ કરી હતી, જેના કારણે ભગવાન શંકર ક્રોધિત થઇ ગયાં હતાં. કામદેવે ખોટાં ઉદેશ્યથી ભગવાન શિવની તપસ્યા ભંગ કરી હતી. આ ઘટનાથી આખું દેવલોક શોકમગ્ન થઇ ગયું હતું. ત્યાર બાદ કામદેવની પત્ની રતિએ પાતાના મૃત પતિને પુન જીવિત કરવા ભગવાન શિવને પ્રાર્થના કરી હતી. ત્યાર બાદ ભગવાન શિવે કામદેવને પુન જીવિત કર્યા હતાં.