Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ચૈત્ર નવરાત્રિ પર આ વર્ષે બે વિશેષ યોગ,જાણો શું છે આ નવરાત્રિનું મહત્વ

08:29 PM Apr 18, 2023 | Vipul Pandya

ચૈત્ર નવરાત્રિ પર આ વર્ષે બે વિશેષ યોગ બની રહ્યા છે, જાણો શુભ સમય, મહત્વ. માતા દુર્ગાની  વિશેષ યોગમાં પૂજા કરી અને કૃપાપાત્ર બની શકાય છે. ઘર પરિવાર અને આર્થિક રીતે તકલીફોમાં રાહત પ્રાપ્ત થવાના આ વિશેષ યોગમાં પૂજા કરી તમે બધા વિઘ્નોનો નાશ કરી શકશો . 2 વિશેષ યોગમાં કરો મા દુર્ગાની પૂજા તકલીફો થશે દુર.

ચૈત્ર નવરાત્રિ શરૂ થવામાં બહુ ઓછા દિવસો બાકી છે. તમને જણાવી દઈએ કે એક વર્ષમાં 4 નવરાત્રિ આવે છે, જેમાંથી એક શરદીય નવરાત્રિ, બીજી ચૈત્ર નવરાત્રિ અને બે ગુપ્ત નવરાત્રિ છે. ચૈત્રી નવરાત્રિનો વિશેષ મહત્વ છે આ નવરાત્રિમાં હિન્દુઓનું નવું વર્ષ પણ શરૂ થાય છે અને વિશેષ યોગ પણ બને છે. રામનવમી તથા હનુમાન જયંતી ચૈત્ર મહિનામાં આવે છે. પિતૃઓની પણ વિશેષ કૃપા આ મહિનામાં જોવા મળે છે.
આ વર્ષે નવ દુર્ગા માતાનું મહત્વ વધુ વધી ગયું છે કારણ કે આ વખતે 2 શુભ યોગ બની રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ યોગોમાં પૂજા કરવાથી અનેક ગણું ફળ મળે છે. નવરાત્રિનો તહેવાર 9 દિવસ સુધી ચાલે છે અને માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ઉપરાંત, નવરાત્રીનો પ્રથમ દિવસ હિન્દૂ કેલેન્ડરના નવા વર્ષની શરૂઆત દર્શાવે છે.
આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 02 એપ્રિલ 2022થી શરૂ થશે અને 11 એપ્રિલ 2022 સુધી ચાલશે. સાથે જ આ વર્ષે અમૃત સિદ્ધિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રચાઈ રહ્યો છે. તેથી જ આ વખતે નવરાત્રિનું મહત્વ વધુ વધી જાય છે.  નવરાત્રિના પહેલા દિવસે દરેક ઘરમાં કલશ સ્થાપના અથવા ઘટ સ્થાપના કરવામાં આવે છે. 
આ  છે વિશેષ યોગ: 
સર્વાર્થ સિદ્ધિ યોગઃ વૈદિક કેલેન્ડર અનુસાર, નવરાત્રિ દરમિયાન સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રચાઈ રહ્યો છે. પરંતુ આ યોગ 3, 5, 6, 9 અને 10 એપ્રિલે બની રહ્યો છે.
જ્યોતિષમાં આ યોગને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ યોગ દરેક કાર્યમાં સિદ્ધિ આપે છે. મતલબ કે આ યોગમાં જે પણ કામ કરવામાં આવે છે તે સફળ થાય છે.
રવિ યોગમાં મા દુર્ગાની પૂજા કરો:
પંચાંગ મુજબ 4, 6 અને 10 એપ્રિલે રવિ યોગ બની રહ્યો છે. એવું માનવામાં આવે છે કે, આ યોગથી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. બીજી તરફ આ યોગમાં પૂજા-અર્ચના કરવાથી અક્ષય પુણ્યનું ફળ મળે છે.