Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

નહાવાના પાણીમાં આ વસ્તુ મિક્સ કરો, બધી સમસ્યાઓ દૂર થશે

06:52 PM Apr 18, 2023 | Vipul Pandya

જ્યોતિષ શાસ્ત્રથી આપણે આવનારા ભવિષ્ય વિશે જાણકારી મેળવીને અનિચ્છનીય ઘટનાઓને અમુક હદ સુધી  ઘટાડી શકીએ છીએ.તેમાં પણ માણસની કુંડળીમાં હાજર નવ ગ્રહોની અસર માટે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ઉપાયો આપવામાં આવ્યા છે. જો વ્યક્તિની કુંડળીમાં કોઈપણ ગ્રહની સ્થિતિ યોગ્ય ન હોય તો વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવે છે. તેમજ વ્યક્તિ અનેક સમસ્યાઓથી ઘેરાઈ જાય છે. ત્યારે  આપણે નવગ્રહ દોષથી છુટકારો મેળવવા માટે નહાવાના પાણીમાં શું મિક્સ કરવું જોઈએ, જેનાથી તમને ફાયદો થશે તે વિશે  જાણીએ.

ગ્રહદોષ  દૂર  કરવાના  ઉપાયો
સૂર્ય :
જો તમે સૂર્ય ગ્રહના નકારાત્મક પ્રભાવથી બચવા માંગતા હોવ તો લાલ ફૂલ, એલચી, કેસર અને રોઝમેરી મિક્સ કરીને સ્નાન કરો.
ચંદ્રઃ 
જો તમે ચંદ્રના નકારાત્મક પ્રભાવથી બચવા માંગતા હોવ તો સફેદ ચંદન, સફેદ સુગંધિત ફૂલ, ગુલાબ જળ અથવા શંખમાં પાણી ભરીને સ્નાન કરો.
બુધ :
જો તમે બુધ ગ્રહના નકારાત્મક પ્રભાવથી બચવા માંગતા હોવ તો નહાવાના પાણીમાં જાયફળ, મધ, ચોખા ભેળવીને સ્નાન કરો.
ગુરુ :
જો તમે ગુરુના નકારાત્મક પ્રભાવથી બચવા માંગતા હોવ તો નહાવાના પાણીમાં પીળી સરસવ, ગોળ અને ચમેલીના ફૂલ મિક્સ કરીને સ્નાન કરો.
શુક્ર:
શુક્રના અશુભ પ્રભાવથી બચવા માટે નહાવાના પાણીમાં ગુલાબજળ, ઈલાયચી અને સફેદ ફૂલ નાખીને સ્નાન કરો, લાભ થશે.
શનિ :
શનિના અશુભ  પ્રભાવથી  બચવા માટે નહવાના પાણીમાં કાળાતલ , વરિયાળી ,લોબાન  મિક્સ  કરીને  સ્નાન કરો.
રાહુ:
જો તમે રાહુના નકારાત્મક પ્રભાવથી બચવા માંગતા હોવ તો નહાવાના પાણીમાં કસ્તુરી, લોબાન ભેળવીને સ્નાન કરો.
કેતુ:
કેતુની પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે નહાવાના પાણીમાં લોબાન, લાલ ચંદન ભેળવીને સ્નાન કરવાથી લાભ થશે.