Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઘરમાં રાખેલી આ 5 વસ્તુઓ બનાવે છે ગરીબ, આજે જ બહાર ફેંકો

06:57 PM Apr 18, 2023 | Vipul Pandya

સામાન્ય રીતે  તમે  એવા  ઘણા  લોકો  જોયા હશે  જેમને  દુઃખ અને મુસીબતો પીછો છોડવાનું નામ નથી લેતા. તેઓ લાખ પ્રયત્નો કરે છતાં તેઓ ગરીબીથી ઘેરાયેલા છે. આ ઉપરાંત તેઓ સારી કમાણી છતાં પૈસા હાથમાં ટકતા નથી. તેમજ તેમના ઘરમાં હંમેશાં તણાવનું વાતાવરણ રહે છે.કયારેક ઘરમાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓ પણ મનુષ્યના દુર્ભાગ્યનું કારણ  બનતી હોય છે.
મહાભારતની તસવીરઃ 
આપણા ઘરમાં ક્યાંય પણ મહાભારતની તસવીરના લગાવવી જોઈએ. ઘણીવાર આ તસવીરના કારણે લડાઈ, વાદ-વિવાદ અને તણાવનું વાતાવરણ  રહે છે. તેમાં પણ ખાસ કરીને તમારા બેડરૂમ કે ડ્રોઈંગ રૂમમાં આવી તસવીરો ક્યારેય ન લગાવવી જોઈએ.
તાજમહેલઃ
આ ઉપરાંત ઘરમાં કયારેય પણ તાજમહેલની તસવીર ના રાખવી જોઈએ.તમે જાણો છો  કે તાજમહેલ બેગમ મુમતાઝની કબર છે, ઘરમાં કબરનું ચિત્ર કે પેઇન્ટિંગ રાખવાથી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ પણ વધે છે.
ગંઠાયેલો તારઃ
ઘરમાં ક્યારેય તાર વાંકો કે ગંઠાયેલો ન રાખવો જોઈએ. લેપટોપ કે સ્માર્ટફોનના ચાર્જરના વાયરને પણ આ રીતે ફસાવવા ન જોઈએ. તમે જયારે  પણ એવું થાય છે  ત્યારે  ઘરમાં સકારાત્મક ઉર્જા પણ છવાઈ જાય છે.
નળમાંથી ટપકતું પાણી:
સામાન્ય રીતે ઘરના નળમાંથી ટપકતું પાણીએ માનવ વિનાશની નિશાની હોઈ શકે છે. જો તમારા રસોડામાં અથવા બાથરૂમમાં નળ આપોઆપ લીક થઈ જાય છે, તો તે અશુભ સંકેત દર્શાવે છે. ત્યારે આવી વસ્તુઓને બને તેટલી વહેલી તકે રીપેર કરાવો.
ભરાઈ રહેતું પાણી:
જો તમારા ઘર કે ઘરની આજુબાજુ એવી કોઈ જગ્યા છે જ્યાં હંમેશા પાણી ભરાયેલું રહે છે, તો આવી જગ્યાઓને તાત્કાલિક ચોખ્ખી  કરો. તમારા ઘરના રસોડા, બાથરૂમ કે આંગણામાં પાણી ભરાઈ જવું તે ખૂબ જ અશુભ ગણાય છે.