Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વરસાદનું પાણી ચમકાવી દેશે તમારી કિસ્મત, કરો આ ચમત્કારી ઉપાય

09:19 PM Apr 18, 2023 | Vipul Pandya

વરસાદના પાણીના અનેક ફાયદા હોય છે. તેમાં પણ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે વરસાદનું પાણી શુભ ગણાય છે. વરસાદના પાણીની મદદથી તમે તમારા જીવનમાં વધી રહેલા દેવાને પણ ઓછું કરી શકો છો. તો ચાલો જાણીએ કે વધી રહેલા દેવાને  આપણે  કઈ રીતે  ઓછું કરી શકીએ. 
  • એવું પણ માનવામાં આવે છે કે જો તમે દેવું ઉતારી શકતા નથી તો વરસાદનું પાણી એક ડોલમાં ભેગું કરી લો અને તેમાં દૂધ નાંખીને ભગવાનનું સ્મરણ કરીને આ પાણીથી એક મહિના સુધી  સ્નાન કરો. ધીમે ધીમે તમારું દેવું ઉતરવા લાગશે.
  • આ ઉપરાંત જો  તમારા વેપારમાં નુકસાન થઈ રહ્યું છે તો પીતળના વાસણમાં વરસાદનું પાણી એકત્ર કરીને એકાદશીના દિવસે માતા લક્ષ્મી અને વિષ્ણુજીનો આ જળથી અભિષેક કરો.
  • જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો માટીના ઘડામાં વરસાદનું પાણી ભેગું કરીને ઘરની ઈશાન અથવા ઉત્તર દિશામાં રાખો. આવું કરવાથી આર્થિક તંગી દૂર થઈ જશે.
  • જો કોઈને લગ્નમાં મુસીબત  આવી રહી છે તો વરસાદનું પાણી એકત્રિત કરીને ભગવાન ગણેશજીનો જળાભિષેક કરો.
  • જો તમને લાગે છે કે ઘરમાં કોઈ નકારાત્મક શક્તિ છે તો તેના કારણે દેવું જેવી મુશ્કેલીઓ આવી રહી છે. તો કોઈપણ વાસણમાં વરસાદી પાણી એકત્રિત કરીને હુનામજીની સામે રાખી દો.