Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગણપતિદાદાને પ્રસન્ન કરવા માટે આ રીતે બનાવો પ્રસાદ, તો ડાયાબિટીસના દર્દીઓ પણ ચાખી શકે

07:05 PM Apr 18, 2023 | Vipul Pandya

ગણેશ ચતુર્થી, સમગ્ર ભારતમાં ઉજવવામાં આવતો બપ્પાનો આ તહેવાર 31 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે. 10 દિવસ સુધી ચાલનારા આ તહેવારની દરેક લોકો વર્ષભર આતુરતાથી રાહ જુએ છે. બજારોમાં અનેક પ્રકારની મૂર્તિઓ, શણગાર અને રંગબેરંગી મીઠાઈઓ જોવા મળી રહ્યી છે. લોકોએ ગણેશ ઉત્સવની અત્યારથીજ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો તમે પણ આ વખતે ભગવાન ગણપતિ મહારાજને અલગ-અલગ ભોગ ચઢાવવા માંગતા હોવ તો આ વખતે તમારે સોજીના શીરાનો ભોગ અર્પણ કરી શકો છો.  આ હટકે રેસેપિ ટ્રાય કરવાથી ડાયાબિટીસના દર્દી માટે પણ કોઇ ટેન્શન નહીં રહે. તે ટેન્શન વગર આ પ્રસાદ ખાઈ શકે છે.

સોજીનો શીરો બનાવવા માટે જરૂરી સામગ્રી
ઘી
સોજી
બદામ, કાજુ, પિસ્તા, કિસમિસ 
પાણી
ખાંડ
એલચી પાવડર
કેસર
દૂધ
મધ
અંજીરના ટુકડા 
ગોળ
શુગર ફ્રી


પ્રસાદ કેવી રીતે બનાવવો
સૌ પ્રથમ, શીરો બનાવવા માટે, એક પેનમાં ઘી ગરમ કરો. હવે તેમાં સૌ પ્રથમ ડ્રાયફ્રુટ્સને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો અને પછી તેને એક વાસણમાં કાઢી લો. હવે એક બાઉલમાં દૂધ નાખો, તેમાં થોડું કેસર ઉમેરો અને થોડી વાર રહેવા દો. અંતે એલચીનો પાવડર બનાવીને રાખો.

હવે આ રીતે શીરો તૈયાર કરો
તમે બદામ તળવા માટે જે તપેલીનો ઉપયોગ કરો છો તેમાં વધુ ઘી ઉમેરીને સોજીને આછી ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો.  ત્યારબાદ તેમાં ગરમ પાણી ઉમેરીને બરાબર હલાવો. પાણી બળી જાય ત્યારબાદ હવે આ મિશ્રણમાં ખાંડના બદલે મધ/કે ગોળ નાખો અને ધીમી આંચ પર હલાવતા રહો. 

હવે તેમાં ઈલાયચીનો પાઉડર ઉમેરીને તેમાં ડ્રાય ફ્રૂટ્સ અને કેસરનું દૂધ નાખીને મિક્સ કરી લો અને તેને ધીમી આંચ પર થવા દો. મિશ્રણમાંથી ઘી છૂટવાનું શરુ થાય ત્યાર બાદ ગેસ બંધ કરી દો. લો ગણપતિ મહારાજનો સ્વાદિષ્ટ ભોગ તૈયાર છે.

ડાયાબિટીસના દર્દી માટે આ રીતે તૈયાર કરો પ્રસાદ 
ડાયાબિટીસના દર્દી માટે, ખીર કે શીરો બનાવતી વખતે ખાંડ ઉમેરવાને બદલે, તમે તેમાં અંજીરના ટુકડા, કે મધ ઉમેરી શકો છો અથવા તમે શુગર ફ્રી અથવા ગોળ પણ ઉમેરી શકો છો.