Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad: થલતેજમાં આવેલું છે હનુમાનની માતા અંજનીનું મંદિર, લોકો માટે છે આસ્થાનું કેન્દ્ર

11:53 PM Jun 15, 2024 | VIMAL PRAJAPATI

Ahmedabad: થલતેજ વિસ્તારમાં અંજની માતા હનુમાનજી મંદિર આવેલું છે. આસ્થા અને ભક્તિના કેન્દ્ર સમાન આ મંદિરમાં ભક્તો દર્શન કરી હર્ષની લાગણી અને ઈચ્છાઓ પૂર્ણ કરી પરત જાય છે. થલતેજ દૂરદર્શન ટાવર ડ્રાઈવિંન રોડ પાસે આવેલું માતા અંજનીનું મંદિરમાં છે. બિરાજમાન માતા અંજની સાથે હનુમાનજી પણ બિરાજે છે. અહીં ભક્તો ભાવ પૂર્વક આવે છે અને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે. કળયુગમાં હનુમાનજી દાદાનો પ્રતાપની વાત જ નિરાલી છે જે કોઈ અહીં આવે એટલે મંત્રમુગ્ધ થઈ જાય બેસવાનું જ માં થાય તેવી અદભુત મૂર્તિ માતા અંજની સાથે હનુમાનજીની છે.

ભક્તો માતા અંજનીની દર્શન કરવા આવે છે

ભક્તો અહીં આવે એટલે એક મિરાતની શાંતિ હોય તેવો માહોલ અને જગ્યાનો પ્રભાવ છે. વર્ષો પહેલા આ વિસ્તારમાં નાની ડેરી હતી અને ત્યાં પણ રાહદારીઓ અને આસપાસના વિસ્તારના લોકો અહી દર્શન કરવા આવતા અને માટે અંજની અને હનુમાનજીમાં શ્રદ્ધા અને પ્રભાવને પગલે આજે અહી સુંદર મંદિર બની ગયું છે. અંજની મંદિરમાં માટે અંજની સાથે બિરાજમાન હનુમાનજી દાદાની ભવ્ય ધ્યાન મુદ્રામાં મૂર્તિ છે. માતા અંજનીની પણ અદભુત મૂર્તિના અહી દર્શન થાય છે. ભક્તો અહીં કોઈ પણ ઈચ્છા હોય જો શ્રદ્ધા અને ભાવથી માંગવામાં આવે તો તમામ ઈચ્છાઓ અહી પૂર્ણ થયાના દાખલા જોવા મળ્યા છે.

અહીં સવાર સાંજ ચાલે છે ભંડારો

અહીં ભંડારો પણ આપવામાં આવે છે ગરીબ અને દુઃખિયારૂ કોઈ અહીંયા ભૂખ્યું ના સુવે એ માટે અહીં સવાર સાંજ ભંડારો આપવામાં આવે છે. પ્રસાદ સ્વરૂપે અપાતું ભોજન ગ્રહણ કરીને ગરીબ અને કોઈ પણ વ્યક્તિ ધન્યતા અનુભવે છે. આ વિસ્તારનો પ્રભાવ એવો છે કે, અહી ભક્તો નીરસ થઈને પણ જો આવે તો ખુશ થઈને જાય અને હનુમાનજી જે માતા અંજલિ સાથે બિરાજમાન છે. તેમના આશીર્વાદ પણ ભક્તોને મળે અને ભક્તો ખુશ થઈ અને પોતાની મનોકામના પૂર્ણ થઈ ખુશી ખુશી જાય છે.

અંજની માતાનું ગુજરાતમાં આ એક માત્ર મંદિર

થલતેજ ચાર રસ્તા દૂર દર્શન પાસે આવેલું અંજની માતાનું ગુજરાતમાં આ એક માત્ર મંદિર છે. જ્યાં માતા અંજની સાથે બિરાજમાન છે હનુમાનજી. રામ ભક્ત હનુંમાંનાજીની મૂર્તિની બાજુમાં જ માટે અંજનીની મૂર્તિ છે. આ દિવ્ય જગ્યા એ ભક્તો મોટી સંખ્યામાં આવે છે અને ભક્તો અહી શનિવાર અને ખાસ મંગળવારે વધુ સંખ્યામાં ભક્તો આવે છે. અહીં નિત્ય સવાર સાંજ આરતી હોય ત્યારે રોડ પાસે આવેલું મંદિર હોવાથી રોડ પરથી જો કોઇ ભક્ત પસાર થાય તો અવશ્ય દર્શનનો લાભ લેવા આવતા હોય છે.

અહેવાલઃ સચિન કડિયા, અમદાવાદ

આ પણ વાંચો: Rajkot: સ્વામિનારાયણ સંપ્રદાય પર વધુ એક કલંક! ઉપલેટાના ભાયાવદરમાં બે સંતો પર દુષ્કર્મની ફરિયાદ

આ પણ વાંચો: Gujarat First reality check: બાળકોને ભણવું છે પરંતુ શિક્ષકો સમયસર આવવા તૈયાર નથી! ભારતનું ભાવિ કોના ભરોસે?

આ પણ વાંચો:‘સંપ્રદાયના બંધારણ પ્રમાણે પગલા લીધા જ છે’ વાયરલ વીડિયો વિવાદમાં Kothari Swami નું નિવેદન