Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Jagannath Yatra 2024: જગન્નાથ મંદિર અને યાત્રામાં કેમ અવિવાહિત યુગલો નહીં આવતા, શું રહસ્ય છુપાયેલું છે પુરાણોમાં?

04:14 PM Jul 03, 2024 | Aviraj Bagda

Jagannath Yatra 2024: દરેક વર્ષે અષાઢ મહિનામાં શુક્લ પક્ષની બીજી તિથિના દિવસે Jagannath યાત્રા શરુ કરવામાં આવે છે. જે 10 દિવસ સુધી ચાલુ રહે છે. આ સમય દરમિયાન ભગવાન Jagannath તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની રથયાત્રા કાઢવામાં આવે છે. ત્રણેય ભાઈ-બહેનો રથમાં સવાર થઈને ગુડીચા મંદિરે જાય છે અને ત્યાંથી 11 મા દિવસે પાછા ફરે છે. Jagannath મંદિર સાથે જોડાયેલા ઘણા રહસ્યો છે, જે આજે પણ લોકોને આશ્ચર્યચકિત કરે છે. એટલા માટે આ મંદિરને ભારતનું રહસ્યમય મંદિર કહેવામાં આવે છે. Jagannath મંદિરની આશ્ચર્યજનક વાત એ છે કે અવિવાહિત યુગલો માટે આ મંદિરમાં જવું પ્રતિબંધિત માનવામાં આવે છે.

  • અપરિણીત યુગલો Jagannath મંદિરમાં પ્રવેશ કરતાં નથી

  • રાધાને Jagannath મંદિરામાં આવતી અટકાવવામાં આવી

  • ક્રોધિત થઈને રાધાએ આ મંદિરને શ્રાપ આપ્યો હતો

Jagannath રથયાત્રાને લઈને એવી માન્યતા છે કે આ યાત્રામાં ભાગ લેનાર ભક્તોને 100 યજ્ઞો જેટલું પુણ્ય મળે છે. તેથી આ યાત્રામાં ભાગ લેવા માટે ભક્તોની ભારે ભીડ અહીં પહોંચે છે. Jagannath મંદિર સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ અને નિયમો છે જેનું આજે પણ પાલન કરવામાં આવે છે. કહેવાય છે કે અપરિણીત યુગલોએ Jagannath મંદિરમાં અને યાત્રામાં પ્રવેશ કરતાં નથી.

રાધાને Jagannath મંદિરામાં આવતી અટકાવવામાં આવી

પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે, એકવાર રાધા રાણીએ Jagannath મંદિરમાં જઈને ભગવાન Jagannath ના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ઈચ્છા સાથે તે Jagannath મંદિર પહોંચી પરંતુ જેવી તે મંદિરમાં પ્રવેશવા માટે પગ મૂક્યો કે પૂજારીએ તેને દરવાજા પર જ રોકી દીધી હતી. રાધાજીને પૂજારીના આ વર્તનથી આશ્ચર્ય થયું અને તેનું કારણ પૂછ્યું.

ક્રોધિત થઈને રાધાએ આ મંદિરને શ્રાપ આપ્યો હતો

ત્યારે પૂજારીએ કહ્યું કે, રાધા રાણી તમે કૃષ્ણની પ્રમિકા છો, તેમની પત્ની નહીં. ત્યારે પુજારીના આ વર્તનથી ક્રોધિત થઈને રાધાએ આ મંદિરને શ્રાપ આપ્યો હતો કે, આજ પછી જો કોઈ પણ અવિવાહિત પ્રેમી-પ્રેમિકા મંદિરામાં આવશે. તો તેના પ્રેમી કે પ્રેમિકાને જીવનભર પ્રાપ્ત કરી શકશે નહીં. ત્યારે રાધાના આ શ્રાપના કારણે જ આજ દીન સુધી કોઈ પણ અવિવાહિત લોકો Jagannath મંદિરમાં પ્રવેશ કરતા નથી. તે ઉપરાંત Jagannath યાત્રામાં પણ અવિવાહિત લોકો જોવા મળતા નથી.

આ પણ વાંચો:  ચાતુર્માસમાં આ 4 રાશિઓ પર ભગવાન વિષ્ણુ મહેરબાન રહેશે….