+

પતિએ શરીરે ડિટોનેટર કેપ લગાવી પત્નીની કરી હત્યા, સારવાર દરમ્યાન હત્યારા પતિનું પણ મોત

અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના બીટી છાપરા ગામમાં પિયરમાં આવેલી મહિલાને તેના વહેમી પતિએ અગમ્ય કારણોસર બ્લાસ્ટ કરી હત્યા કરી દેતા ભારે સનસનાટી મચી હતી ભેદી બ્લાસ્ટમાં પતિ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો જેનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ભેદી બ્લાસ્ટના પગલે ઇસરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી ઘટનાની ગંભીરતા સમજી એસપી સંજય ખરાત અને ડીવાયએસપી ભ
અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના બીટી છાપરા ગામમાં પિયરમાં આવેલી મહિલાને તેના વહેમી પતિએ અગમ્ય કારણોસર બ્લાસ્ટ કરી હત્યા કરી દેતા ભારે સનસનાટી મચી હતી ભેદી બ્લાસ્ટમાં પતિ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો જેનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. 
ભેદી બ્લાસ્ટના પગલે ઇસરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી ઘટનાની ગંભીરતા સમજી એસપી સંજય ખરાત અને ડીવાયએસપી ભરત બસીયા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા પોલીસ ભેદી બ્લાસ્ટની ઝીણવટભરી તપાસ હાથધરી એફએસલની મદદ લીધી હતી પતિએ પત્નીને બ્લાસ્ટમાં ઉડાડી દેતા સમગ્ર વિસ્તારમાં ભારે ભયનો માહોલ છવાયો હતો ભેદી બ્લાસ્ટના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા.
શંકાથી કંકાશ સર્જાય છે અને કંકાશથી કત્લેઆમ અને ગૃહ કંકાશના પગલે સતત હત્યાના બનાવો ગુજરાતમાં સર્જાય છે ક્રૂર પતિએ પત્નીની હત્યા કરવા જે માર્ગ અપનાવ્યો તે વિચાર માત્ર જ ભલભલાના કાળજા કંપાવી નાખનારો છે મેઘરજના ઇસરી નજીક આવેલા બીટી છાપરા ગામમાં પિયર આવેલી પત્નીને પતિએ બ્લાસ્ટ કરી હત્યા કરી નાખતા ભારે ચકચાર મચી છે હત્યારા પતિ સામે લોકોએ ભારે ફિટકાર વરસાવી હતી.
હત્યાનું ભૂત હતુ સવાર 
બીટીછાપરા ગામના શારદાબેન પગીના લગ્ન મુલોજનાં ડેરા ડુંગરી ગામના લાલાભાઇ સાથે થયા હતા લગ્નના સુખી સંસારના ભાગરૂપે ૨૦ વર્ષીય એક પુત્ર પણ છે શારદાબેન પગી તેમના પિયર બીટીછાપરામાં આવ્યા હતા ત્યારે ગુરુવારે રાત્રે તેમનો પતિના મગજમાં જાણે હત્યાનું ભૂત સવાર થયું હોય તેમ કમરમાં ડાયનામાઇટ (જેલીટીન કેપ) વીંટાળી બીટીછાપરા પહોંચી તેના પત્ની શારદાબેનને ઘર બહાર બોલાવી ભેટી પડતાની સાથે ધડાકાભેર બ્લાસ્ટ થયો. 
બંનેના થયા મોત 
બ્લાસ્ટ થયાના સાથે જ  શારદાબેનના શરીરના ફૂરચેફૂરચા ઉડી જતા ઘટનાસ્થળે પ્રાણપંખેરું ઉડી ગયું હતું જયારે લાલાભાઇના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા દર્દથી કણસી રહ્યો હતો ભેદી બ્લાસ્ટના પગલે લોકો દોડી આવ્યા હતા અને દ્રશ્ય જોઈ ચોકી ઉઠ્યા હતા ઘટનામાં પતિનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
પતિએ પત્નીની હત્યા કરવા એક્પ્લોઝીવ ડિવાઇસનો ઉપયોગ કરતા ઘટનાસ્થળે પહોંચેલી ઈસરી પોલીસ પણ ચોકી ઉઠી હતી આ અંગે જીલ્લા પોલીસવડાને જાણ કરતા જીલ્લા પોલીસવડા સહીત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. પોલીસે મૃતક પતિ સામે હત્યા તેમજ એક્સ્પ્લોઝીવ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો.
Whatsapp share
facebook twitter