- દિલ્હીમાં ભારે વરસાદના કારણે લોકો પરેશાન…
- વરસાદના કારણે રસ્તાઓ પર ખાડાઓ પડ્યા…
- દિલ્હીમાં વરસાદના કારણે ‘રેડ એલર્ટ’ જાહેર…
ગાઝિયાબાદ અને દિલ્હી (Delhi)ની સરહદ પર બુધવારે (31 જુલાઈ) ભારે વરસાદ વચ્ચે એક દુ:ખદ અકસ્માત થયો હતો, જેમાં એક માતા અને પુત્રનું ગટરમાં પડી જવાથી મોત થયું હતું. આ અકસ્માત બાદ બંને રાજ્યોની પોલીસ વચ્ચે ઘટના સ્થળને લઈને વિવાદ શરૂ થયો, જેના કારણે બચાવ કામગીરીમાં વિલંબ થયો અને બંને લોકોના મોત થયા.
વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાવાને કારણે માતા -પુત્ર ગટરમાં પડી ગયા હતા . કલાકો બાદ બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણકારી મળ્યા બાદ ગાઝિયાબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું. જોકે, દિલ્હી (Delhi) પોલીસે દાવો કર્યો હતો કે ઘટના સ્થળ તેમના અધિકારક્ષેત્રમાં આવે છે. જે બાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો. મળતી માહિતી મુજબ, મૃતકો ગાઝિયાબાદના રહેવાસી હતા.
#WATCH | A 22-year-old woman and her child died after drowning in a waterlogged drain in the Ghazipur area. Further legal action is being taken by Police Station Ghazipur East Delhi: Delhi Police https://t.co/fWXzuwv6rJ pic.twitter.com/fy3GMXY3z3
— ANI (@ANI) August 1, 2024
આ પણ વાંચો : Delhi માં ભારે વરસાદને કારણે પાણી ભરાયા, દરિયાગંજમાં દિવાલ પડી, તમામ શાળાઓ બંધ
વિવાદને કારણે બચાવ કામગીરી કલાકો સુધી વિલંબિત…
જ્યારે ગાઝિયાબાદ પોલીસને બુધવારે સાંજે આ દુર્ઘટનાની માહિતી મળી, ત્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને બચાવ કામગીરી શરૂ કરી. જોકે, બાદમાં દિલ્હી (Delhi) પોલીસે દાવો કર્યો હતો કે આ ઘટના તેમના વિસ્તારમાં બની હતી. જે બાદ બંને વિસ્તારની પોલીસ વચ્ચે ભારે ચર્ચા જાગી હતી. આ ચર્ચાને કારણે બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો. ઘણા કલાકોની ચર્ચા પછી, દિલ્હી (Delhi) પોલીસે આખરે સ્વીકાર્યું કે ઘટના સ્થળ તેમના વિસ્તારમાં આવે છે. આ પછી ગાઝિયાબાદ પોલીસે માતા-પુત્રના મૃતદેહને બહાર કાઢીને દિલ્હી પોલીસને સોંપ્યા હતા.
આ પણ વાંચો : Wayanad landslides : મૃત્યુઆંક વધીને 167 થયો, આવતીકાલે રાહુલ-પ્રિયંકા મુલાકાત કરશે…